મોડાસા તાલુકાના ટીંટોઇ પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો લોક દરબારમાં ઉપસ્થિત ગામના સૌ વેપારી મિત્રો આગેવાનો અગ્રણીઓ ની રજૂઆતો જિલ્લા પોલીસવડા દ્વારા શાંતિથી સાંભળવામાં આવી હતી.
ટીંટોઇ પોલીસ સ્ટેશન ખાતે ગામમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ સ્થાનિકો તથા વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઇ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડ તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ગામ લોકોની શાંતિ સલામતી અને સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા પોલીસ હંમેશા કટિબદ્ધ છે તેવું જિલ્લા પોલીસવડા દ્વારા જણાવાયું હતું