પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાનું તારણઃઆત્મહત્યાનું કારણ અકબંધ
સાઠંબા પોલીસ મથકના છેવાડામાં આવેલા ગોતાપુર ગામે એક ઝાડ પર લટકતી હાલતમાં 23 વર્ષીય યુવકની લાશ મળી આવતો ચકચાર મચી જવા પામી હતી ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળ્યાની વાત પંથકમાં ફેલાઈ જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારના રોજ સવારે ગોતાપુર ગામની સીમમાં કણજીના ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના રહેવાસી અને હાલ ગોતાપુર ગામે રહેતા પરપ્રાંતીય યુવકની લાશ ગોતાપુર ગામની સીમમાં કણજીના ઝાડ પર લટકેલી હાલતમાં જોવા મળતાં સાઠંબા પોલીસને હરીચરણભાઈ શ્રીસંતરામ સક્સેનાએ જાણ કરતાં સાઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને નીચે ઉતરાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
પ્રાથમિક તપાસમાં મરનાર 23 વર્ષીય યુવાન ભીમલેશભાઈ નેહપાલ સક્સેના ઉં. વ. 23. મુળ રહે. શેખપુરા તા. સવાજપુર જી. હરદોઈ ઉત્તરપ્રદેશ હાલ. રહે. ગોતાપુર તા. બાયડ હોવાનું બહાર આવ્યું હતું. આત્મહત્યા અંગે કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.