asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : મોડાસાના સાયરા ગામ નજીક રિક્ષાના ભાડાની તકરારમાં રાજસ્થાની યુવકની હત્યા કરી હત્યારો ફરાર, હત્યાનું ઘુંટાતું રહસ્ય..!!


હત્યારો યુવક મોડાસા રૂરલ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી
હત્યારા યુવકે રીક્ષા ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધો
સાયરા ગામ નજીક માઝુમ નદીમાં રિક્ષામાં હત્યા કરાયેલ યુવકની લાશને
સગેવગે કરવા જતા સ્થાનિક લોકોની નજર પડતા સમગ્ર ઘટના બહાર આવી હોવાની ચર્ચા
મૃતક રાજસ્થાની યુવક અને હત્યારા વચ્ચે દારૂની મહેફિલ માં પૈસાની લેતીદેતી મામલે હત્યારાએ ચપ્પુ હલાવી દીધું….!!

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની નજીક માઝુમ નદીના ગરનાળા પાસે રિક્ષામાં બેઠેલા બે યુવક વચ્ચે ભાડાની માથાકૂટ થતા એક યુવક અન્ય યુવકના પગના ભાગે ધારદાર ચપ્પુ મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં રીક્ષા નીચે ફેંકી દેતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું હત્યારો સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો મોડાસા રૂરલ પોલીસે રીક્ષા ચાલકની ફરિયાદના આધારે હત્યાનો ગુન્હો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

મોડાસા તાલુકાના મુલોજ પાટિયા નજીકથી રમેશ વાલાભાઇ ખાંટની રીક્ષા ભાડે કરી બે યુવકો મોડાસા આવવા નીકળ્યા હતા રિક્ષાના ભાડા અંગે બંને યુવક વચ્ચે તકરાર થતા ધનસુરા તાલુકાના નવા જવાનપુરા ગામના રાજકુમાર સરદારસિંહ મકવાણા નામના યુવકે તેની સાથે બેઠેલા કનુલાલ બંસીલાલ ભગોરા (રહે.રામસગડા-ડુંગરપુર,રાજ)ને પગમાં સાથળના ભાગે ધારદાર ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી દેતા યુવક રિક્ષામાં તરફડીયા મારવા લાગતા હત્યારાએ સાયરા ગામની સીમમાં માઝુમ નદીના ગરનાળા પાસે રીક્ષા ચાલક રમેશ ખાંટને ચપ્પુ ગળા ના ભાગે રીક્ષા આગળ જવા દે નહિ તો જાનથી મારી નાખેની ધમકી આપી હતી માઝુમ નદીના ગરનાળા નજીક રિક્ષામાં ઝગડો થતો હોવાનું જોવા મળતા સ્થાનિક
લોકો દોડી આવ્યા હતા અને ગરનાળા નજીક ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ યુવકને જોઈ ચોંકી ઉઠયા હતા લોકો દોડી આવતા હત્યારો ફરાર થઇ ગયો હતો સ્થાનિકોએ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી સમગ્ર ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતા તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલ પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

મોડાસા રૂરલ પોલીસે રીક્ષા ચાલક રમેશભાઈ વાલાભાઇ ખાંટ (રહે,મુલોજ)ની ફરિયાદના આધારે ધનસુરાના નવા જવાનપુર ગામના રાજ કુમાર સરદારસિંહ મકવાણા સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો
ગતિમાન કર્યા હતા મોડાસા રૂરલ પોલીસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથધરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!