asd
18 C
Ahmedabad
Monday, December 9, 2024

હાલોલ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતીની ચૂંટણીના પરિણામો જાહેર, ભાજપા પ્રેરીત પેનલના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભગવો લહેરાયો


હાલોલ
હાલોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં ૧૦ ખેડૂત હોદ્દેદાર માટે યોજાયેલ ચૂંટણી માં ભાજપા પ્રેરિત પેનલ નો વિજય થતા ફરી એકવાર હાલોલ એ.પી.એમ.સી ખાતે ભગવો લહેરાયો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલ ના હાલના હોદ્દેદારો નો કાર્યકાળ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી.જેના પરિણામો જાહેર થયા હતા.

Advertisement

એ.પી.એમ.સી હોલમાં પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રાર ચૂંટણી અધિકારી ની અધ્યક્ષતામાં મત ગણતરી યોજાઈ હતી. યોજાયેલ ચૂંટણી ની મતગણતરી ને લઇને એ.પી.એમ.સી ખાતે હાલોલ તાલુકાના ખેડૂતો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થતા રાજકીય માહોલ જામ્યો હતો. મત ગણતરી બાદ હાલોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભાજપા પ્રેરિત ખેડૂત સહકાર પેનલના બારીયા ચંદુભાઈ નાથાભાઈ,પરમાર યોગેન્દ્રસિંહજી રૂદ્રદત્તસિંહજી , નાયક કાંતિભાઈ ભયલાભાઇ, ગોહિલ પર્વતસિંહ શનાભાઈ,વરીયા નારણભાઇ લાલાભાઇ,પરમાર પ્રવિણસિંહ ઉદેસિંહ,વ્યાસ અનિલભાઈ ભાનુપ્રસાદ,પટેલ અશોકભાઈ રાવજીભાઈ, રાઠવા રતનસિંહ મનસુખભાઇ,પટેલ ઠાકોરભાઈ નાગજીભાઈ ઉમેદવારોને વિજેતા જાહેર કરતા ભાજપા પ્રેરિત ખેડૂત સહકાર પેનલના દશ એ દશ ઉમેદવારો વિજય થતા ફરી એકવાર એ.પી.એમ.સી ખાતે ભગવો લહેરાતા ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.હાલોલ તાલુકાના ખેડૂતો તેમજ કાર્યકર્તાઓ એ વિજેતા થયેલ ઉમેદવારોને ફૂલહાર પહેરાવી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો.જયારે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે પણ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી આવનારા સમયમાં પણ ખેડૂતો લક્ષી વિકાસના કામો કરવા તેમજ તેમના હાલોલ તાલુકાના ખેડૂતો ને મળતા લાભો અને ઉપસ્થિત પ્રશ્નો હલ કરવા જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!