બાયડ તાલુકાના હઠીપુરા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલી યુવતીને ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતાં અને તે બાબતે બોલાચાલી થતાં એક શખ્સ વિરુદ્ધ સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબા નજીકના એક ગામની યુવતી હાલ જે ગાંધીનગર રહી ઉચ્ચ અભ્યાસ કરી રહી છે.
તે યુવતી તેની બહેનપણીનું લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં હઠીપુરા ગામે ગયા હતા જ્યાં જમણવાર પ્રસંગે સૌ મિત્રો સાથે ઊભા રહીને જમતા હતા તે સમયે નજીકમાં ઊભા રહેલા એક વ્યક્તિએ આ યુવતી વિશે ચારિત્ર્યને લાંછન લાગે તેવી ભાષામાં યુવતીને સંભળાય તે રીતે વાણીવિલાસ કરવા માંડતાં અને ત્યારબાદ નજીક આવીને ગાળો બોલી ઝપાઝપી કરતાં મામલો બીચક્યો હતો. પરંતુ લગ્ન પ્રસંગમાં હાજર અન્ય લોકોએ તે સમયે વચ્ચે પડીને મામલો શાંત કરતા તે યુવતીએ ઘરે આવીને તેના પરિવારજનોને બનેલી ઘટના વિશે વાત કરતાં પરિવારજનોએ સંમતિ આપતાં યુવતીએ સાઠંબા પોલીસ મથકે સુરેશભાઈ ગણેશભાઈ પરમાર રહે. હઠીપુરા તા. બાયડ સામે ફરિયાદ નોંધાવતો સાઠંબા પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.