26 C
Ahmedabad
Tuesday, April 23, 2024

ગોધરા- રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે ડોક્ટર પર પસંદગી નો કળશ


ઢોળ્યો,યુવાનેતા ડો.જસવંતસિંહ પરમારના નામની થઈ જાહેરાત, ડોકટર બોલ્યા મારા માટે આ સુખદ આશ્ચર્ય !!!

Advertisement

ગોધરા, વિજયસિંહ સોલંકી દ્વારા

Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચુંટણી માટે ચાર નામોની ગુજરાત માટે જાહેરાત કરવામા આવી છે. જેમા એક નામની પસંદગી પંચમહાલ જીલ્લામાંથી કરવામા આવી છે. ભાજપે ભાજપા યુવાનેતા અને જાણીતા તબીબ ડો.જસવંતસિંહ પરમારનુ નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યુ છે. તેમનુ નામ જાહેર થતા પંચમહાલ ભાજપ આલમમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.તેમના સમર્થકો પણ હોસ્પિટલ ખાતે દોડી જઈ તેમને ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. જસવંતસિંહ પરમાર મુળ શહેરા તાલુકાના વાઘજીપુર ગામના વતની છે. શિક્ષીત પરિવારમાંથી આવે છે. તેમના પિતા પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે.એક સમયે 2017માં તેમણે ગોધરા વિધાનસભા બેઠક માટે ટીકીટ ન મળતા તેઓ અપક્ષ દાવેદારી પણ નોધાવી હતી. તેઓનો પરાજય થયો હતો. પણ તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા. જોકે ત્યારબાદ ભાજપમા ફરી જોડાઈ હતા.આજે રાજયસભા બેઠક માટે ગુજરાતના ચાર નામોની જાહેરાતમા તેમનુ નામ આવતા એક સમયે તેઓ પણ ખુદ આશ્યર્યમા મુકાઈ ગયા હોવાનુ મિડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ.
રાજનીતીમાં ક્યારે કોનુ નસીબ ચમકે કહેવાય નહી.એમા ભારતીય જનતા પાર્ટી આ મામલે જે નિર્ણયો લે છે તેમા રાજકીય પંડીતો અને પત્રકારોની આગાહી ઘણીવાર ખોટી પડે છે.જેમા કોઈ રાજ્યના મુખ્યમંત્રી નુ નામ જાહેર કરવુ હોય કે કોને ટીકીટ મળશે તેમા ઘણીવાર સૌકોઈ અહો આશ્ચર્મમા મુકાઈ જાય છે.રાજ્યસભાની ચુટણી આવી રહી છે તેના લઈને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની બેઠકો માટે ચાર નામોની જાહેરાત કરવામા આવી હતી. જેમા પંચમહાલ જીલ્લાના માંથી એક નામ જાહેર થતા સૌ કોઈ આશ્ચર્યમા મુકાઈ ગયા છે. ગોધરા શહેરના જાણીતા તબીબ ડો,જસવંતસિંહ સાલમસિંહ પરમારનુ નામની જાહેરાત રાજ્યસભાની બેઠક માટે કરાઈ છે. તેમના નામની જાહેરાત થતા ભાજપા અગ્રણીઓ તેમજ તેમના ચાહકો તેમની હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા.તેમને ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. ડો.જસવંતસિહ પરમાર વર્ષોથી રાજનીતીમાં સક્રિય છે. તેઓ બક્ષીપંચ મોર્ચાના કારોબારી સભ્ય, ભાજપની હેલ્થ કમિટીના ચેરમેન,તેમજ જીલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે.જેમા એક સમયે તેઓ ભાજપ સામે મોર્ચો માડીને 2017ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ગોધરા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. પણ તેઓનો પરાજય થયો હતો પણ ત્રીજા નંબરે રહ્યા હતા.ત્યારબાદ ભાજપ સાથે મનમોટાવ ભુલી જઈને ફરી કેસરીયો ધારણ કરી દીધો હતો.જસંવતસિંહ પરમાર ઓબીસી સમાજમાથી આવે છે.સાથે સાથે વર્ષોથી ગોધરા ખાતે આવેલી તેમની ભાગ્યોદય હોસ્પિટલમાં તબીબી પ્રેકેટીસ કરે છે.તેઓ સિવિલ સર્જન છે. સાથે મળતાવડા અને હસમુખા સ્વભાવને કારણે તેઓ તેમના મિત્રવર્તુળ અને દર્દીઓમા પણ લોકપ્રિય છે. મુળ જસવંતસિંહ પરમાર શહેરા તાલુકાના વાઘજીપુર ગામના વતની છે,તેઓ સરકારી હોસ્પિટલમા સિવિલ સર્જન પણ રહી ચુક્યા છે,સાથે સાથે તેમને હજારો દર્દીઓના સફળ ઓપરેશન કરીને નવજીવન બક્ષ્યુ છે. તેમના માતાપિતા પણ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેમના વતનમા પણ તેમના નામની જાહેરાત કરવામા આવી હોવાની જાણ થતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે નોધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નવી દિલ્લી સ્થિત કેન્દ્રીય કાર્યાલય ખાતેથી રાષ્ટ્રિય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણસિંહ દ્વારા નામોની જાહેરાત કરાવામા આવી હતી. આ ચાર નામોમા જે.પી,નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મંયકભાઈ નાયકનો સમાવેશ પણ થાય છે.

Advertisement

ભાજપ દ્વારા મને એક સુખદ આર્શ્યય આપવામા આવ્યુ- ડો.જસવંતસિહ પરમાર( રાજ્યસભાના ઉમેદવાર)
પત્રકારો સાથેની વાતચીતમા ડો.જસવંતસિહ પરમારે જણાવ્યુ હતુ કે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી દ્વારા મને એક સુખદ આર્શ્યય આપવામા આવ્યુ છે,સાથે મોટી જવાબદારી સોપવામા આવી છે તેનો હુ સ્વીકાર કરુ છુ. અને જે મારા પર વિશ્વાસ મુકવામા આવ્યો છે. જે મારા પર વિશ્વાસ મુકવામા આવ્યો છે તેના પર હરહેંમશા ખરો ઉતરવાનો મારો પ્રયત્ન રહેશે. પંચમહાલ હવે પછાત વિસ્તાર રહ્યો નથી. હવે પંચમહાલ વિકસીત થઈ ગયો છે. જે કઈ પડતર પ્રશ્નો છે તે લોકોની વચ્ચે જઈ તેને સમજી તેને યોગ્ય સમયે યોગ્ય પ્લેટફોર્મ પર હુ રજુઆત કરીશ .

Advertisement

.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!