ભિલોડા,તા.૧૮
અરવલ્લી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને ભિલોડા તાલુકામાં આદર્શ નિવાસી પ્રાથમિક શાળામાં આશા સંમેલન યોજાયું હતુ.મુખ્ય અતિથિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓ, તાલુકા આરોગ્ય અધિકારી, ડી.પી.ઓ – ડી.પી.સી, તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસરો, તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારીઓ, એન.જી.ઓ માંથી સંબંધીત કર્મચારીઓ, તાલુકાની તમામ આશા ફેસીલેટર – આશા બહેનો વિગેરે હાજર રહ્યા હતા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફતે આશા બહેનોને ઈનસેટિવ કંઈ કામગીરી સામે કેટલું અને કેવી રીતે વધારે મળે કંઈ રીતે વધારે મળે એ વિશે તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનો ને પ્રમાણપત્ર – ભેટ મોમેન્ટોથી નવાજવામાં આવ્યા હતા. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી મારફતે પણ કુટુંબ કલ્યાણ કામગીરીમાં એન.સી.ડી કાર્યક્રમમાં કેટલું ઈન્સેન્ટીવ મળે છે તેની ચર્ચા કરવામાં આવે આવેલ હતી.આર.સી.એચ.ઓ મારફતે પણ માતા અને બાળકની સેવાઓ અંતર્ગત મળતા ઈનસેટિવ વિશે ચર્ચા કરાઈ હતી.તાલુકા આરોગ્ય અધિકારી ડો.વિમલકુમાર સી. ખરાડી મારફતે પણ આશા બહેનોની સારી કામગીરીના લીધે બાળ મરણ અને માતાઓના મરણ નું પ્રમાણ ઘટવા પામેલ છે.આરોગ્યની સેવાઓમાં સુધારો થવા પામેલ છે એવું જણાવી ને આશા બહેનો ને સન્માનિત કરવામાં આવ્યા હતા.એન.જી.ઓમાંથી આવેલ કર્મચારીઓ દ્વારા કેન્સર સંબંધિત તમામ બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી.