ગોધરા,
પંચમહાલ જીલ્લાના શહેરા નગરના સરકારી ગોડાઉન પાસે ગોધરાથી ચોખા ભરેલી બોરીઓ લઈને આવેલી ટ્રકના ઉપરના ભાગમા મુકેલા હોડિગ્સને વીજવાયર અડકી જતા શોર્ટસરકિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. આગને ઓલવાની પ્રાથમિક કામગીરીના પગલે ગોડાઉન વિભાગમા રહેલા ફાયર એકશેનગ્યુસરની મદદથી આગ ઓલવી નાખીને કાબુ મેળવાયો હતો. ગોડાઉન વિભાગની સમય સુચકતાને પગલે આગ પર કાબુ મેળવતા સરકારી અનાજને નુકશાન પહોચતા અટક્યુ હતુ.
શહેરાનગરમાં બસ સ્ટેશન વિસ્તારમા આવેલી સરકારી સેવાસદનની પાછળ સરકારી અનાજનો ગોડાઉન આવેલુ છે.ગોધરા ખાતે આવેલા સરકારી ગોડાઉનમાથી ચોખા ભરેલી એક ટ્રક શહેરા ખાતે આવેલા ગોડાઉનમા ચોખાનો જથ્થો લઈને પહોચી હતી.તેના ઉપરના ભાગમા હોડીગ્સ મુકેલા હતા. તેની એંગલો ત્યાથી ઉપર પસાર થતા એક વીજવાયરને અડી જતા શોર્ટસરકિટ થવા પામ્યુ હતુ. જેના કારણે ટ્રકમા મુકવામા આવેલી ચોખાની બોરીઓમા આગ આગી હતી. આગ લાગી હોવાની જાણકારીના પગલે ટ્રકને ગોડાઉનની બહાર ઉભી રાખવામા આવી હતી. ગોડાઉન વિભાગના તંત્ર દ્વારા પ્રાથમિક આગ ઓલવાની કામગીરી કરવામા આવી હતી.જેમા ચોખાના જથ્થા પર આગ લાગી હતી,તેના પર ફાયર એકશનગ્યુસરનો ઉપયોગ કરીને આગ ઓલવી નાખવામા આવી હતી. આમ સમય સુચકતાને પગલે એક સરકારી અનાજની બોરીઓને મોટુ નુકશાન પહોચતા અટકયુ હતુ.
પંચમહાલ: શહેરાના સરકારી ગોડાઉન પાસે ટ્રકમાં ચોખા ભરેલી બોરીઓમા લાગી આગ, ગોડાઉનમા રહેલા મીની અગ્નિ શામક યંત્ર વડે આગ પર કાબુ મેળવાતા અનાજની બોરીઓનુ નુકશાન અટક્યુ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -