મેઘરજ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે રાજસ્થાન ગામડીના ઠેકા પરથી ઇકો કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા કદવાડીના બુટલેગર અરવિંદ જીવા ખરાડીને ઝડપી પાડી કારમાંથી 312 બોટલ દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી કદવાડી ત્રણ રસ્તા નજીક પહોચતા રાજસ્થાનના ઠેકા પરથી સફેદ ઇકો કારમાં દારૂ ભરી ચીથરીયા મહાદેવ ચાર રસ્તા બાજુથી આવી રહ્યો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસ તબડતોડ ઝરડા ગામ નજીક વોચ ગોઠવી દઈ દારૂ ભરેલી કાર આવતા અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારુની બોટલ નંગ-312 કિં.રૂ.49680/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર અરવિંદ જીવા ખરાડી (રહે.કદવાડી-મેઘરજ)ને ઝડપી પાડી દારૂ અને કાર મળી કુલ રૂ.449680/-નો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગર યોગેશ (રહે,વેડ-ગામડી, રાજસ્થાન) સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા