ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ-પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા વણકર ભવનનું નિર્માણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અરવલ્લી જીલ્લાના પનોતા પુત્ર અને પૂર્વ શિક્ષણમંત્રી અને મહાસંઘના ચીફ પેટ્રન ડો.કરસનદાસ સોનેરીએ વણકર ભવન માટે 51.51 લાખ રૂપિયાનું માતબર દાન આપી વણકર સમાજ માટે ભામાશા સાબિત થયા છે 25 ફેબ્રુઆરીએ વણકર ભવનના ભૂમિ પૂજન કાર્યક્રમ યોજવાનો હોવાથી વણકર સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ભૂમિપૂજન કાર્યક્રમને વણકર એકતા મહામહોત્સવ બનાવવા વણકર સમાજના અગ્રણીઓએ કમર કસી છે
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના સર્કિટ હાઉસમાં ઉ.ગુ.વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ગાંધીનગરની અરવલ્લી જીલ્લાના ટ્રસ્ટીઓની મીટીંગ મળી હતી જેમાં મહાસંઘના ચીફ પેટ્રન અને પૂર્વ કેબીનેટ મંત્રી ડૉ. કરસનદાસ સોનેરીની અધ્યક્ષતામાં અરવલ્લી જીલ્લાના વણકર સમાજના સમાજ શ્રેષ્ટિઓ, વડીલો, યુવા સંગઠનના કાર્યકરોની હાજરીમાં ડૉ. કરસનદાસ સોનેરીએ અધધ કહી શકાય તેવી માતબર રકમ રૂ. ૫૧,૫૧,૦૨૪/- (એકાવન લાખ એકાવન હજાર ચોવીસ રૂપિયા પુરા) નું દાન વણકર ભવન માટે અર્પણ કર્યું. ડૉ સોનેરી અને તેમના ભાગીદારોએ વણકર ભવન માટે તેમની કિંમતી જમીન ખુબજ સમાજના ચરણેધરી દીધી છે. ખરેખરા સાચા સામાજિક સંત અને સમાજનું હિત જેના હૈયે વસ્યુ છે તેવા ભાવિપેઢી માટે ચિંતાતુર સોનેરીનો વણકર સમાજે આભાર વ્યક્ત કર્યો હતો તેમા પુત્ર અશોક સોનેરી ( આસી.જનરલ મેનેજર સા.કાં. બેંક)ની હાજરીમાં દાનની સરવણી વહેતા હર્ષઉલ્લાસ અને આંનદની લાગણી છવાઈ હતું .આ પ્રસંગે સુધીરભાઈ (નાણાં.સલાહકાર ), કિશોરભાઈ સોલંકી ( ગાંધીનગર),ડૉ, ધીરુભાઈ અમીન, ખજાનચી ગોવિંદભાઈ કાપડીયા, નયનભાઈ મોરી,શશીકાન્તભાઈ સોલંકી, દુર્ગેશભાઈ પ્રણામી, જીતેન્દ્રભાઈ અમીન, બાબુભાઈ ચાવડા, લલીતચંદ્ર બુટાલા,મણિલાલ મોરી, નાનજીભાઈ વણકર, જગદીશભાઈ વણકર, ધનજીભાઈ પ્રણામી, કાનજીભાઈ ( ઇડર ), રેંટીયા સાહેબ, કીશોરભાઈ ડાભી ( વિજયનગર ), જનનાયક હસમુખ સક્સેના ( ગાંધીનગર ) વિગેરે ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાં.
આ ઉપરાંત દિનેશભાઈ સોનેરી, ભરતભાઈ પરમાર ( રેડ ક્રોસ અરવલ્લી જીલ્લા ચેરમેન ) તથા મગનભાઈ વણકર (પૂર્વ સયુંકત ચેરીટી કમિશનર) તથા સમાજ શ્રેષ્ટીઓ હાજર રહ્યા હતા, સભાનું સંચાલન જીતેન્દ્રભાઈ અમીને કર્યું હતું તથા અભાર વિધિ લલિતભાઈ બુટાલાએ કરી હતી