અરવલ્લી જીલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક ટેમ્પો ટ્રાવેલ્સમાંથી ઝડપાયેલ ૩.૮૫ લાખના જથ્થા સાથે ચરસની ખેપ મારનાર દિલ્હીના કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસીંગ શર્માની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જે અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.એમ.પટેલની ધારદાર રજૂઆતના પગલે સેન્સન્સ કોર્ટના જજ એચ.એન.વકીલે ચરસના આરોપી કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસીંગ શર્માને 10 વર્ષની સખ્ત કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો હતો
INBOX :- શું છે સમગ્ર કેશ વાંચો…..!!!
શામળાજી પોલીસ અને એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક ઠેર ઠેર નાકાબંધી અને પેટ્રોલિંગ હાથધરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમી આધારિત ટેમ્પો ટ્રાવેલર (ગાડી.નં.HR 69 D 3532 )ને અટકાવી તલાસી લેતા ટેમ્પો ટ્રાવેલરના ઉપરના ભાગના ગુપ્ત ખાનામાં સંતાડેલ પ્લાસ્ટિકની ટેપ વીંટાળેલ પ્લાસ્ટિકના પેકેટ કાશ્મીરી ચરસના પેકેટ મળી આવ્યા હતા જેનો કુલ વજન ૨૩.૯૦૭ કી.ગ્રામ કીં.રૂ.૩૫૮૫૦૫૦ /- ના જથ્થા સાથે કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસીંગ શર્મા (રહે, સંતનગર દિલ્હી)ની ધરપકડ કરી ટેમ્પો ટ્રાવેલર,મોબાઇલ,રોકડ રકમ મળી કુલ રૂ.૪૫૯૬૩૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રાવેલર ચાલક અને ગુન્હામાં સંડોવાયેલ શખ્શો સામે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુન્હો નોંધી ઝડપાયેલા શખ્શને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાશ્મીરી ચરસ ભરી આપનાર અને ડીલેવરી મેળવનાર ડ્રગ માફિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા