અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતર રાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં નાના- મોટા વાહનો મારફતે બુટલેગરો વિદેશી દારૂ ઠાલવવા સક્રિય બન્યા છે. એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટલઢુંઢા ચાર રસ્તા નજીકથી મારૂતિ સુઝુકી 800 ગાડીમાંથી 27 હજારથી વધુનો વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો
એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તમેની ટીમ મેઘરજ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતા એક સફેદ કલરની મારુતિ સુઝુકી 800 (ગાડી.નં GJ23A2884) નીમાં બુટલેગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન તરફથી સરથુણા થઈ મેઘરજ તરફ આવનાર છે એલસીબીએ રોડ ઉપર ઉભા રહી વોચ ગોઠવી ગાડી આવતા ગાડી ઉભી રાખવા સારું કરી ગાડી ઉભી રાખી તલાસી લેતા વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો ભરેલ હોય સદર જગ્યા પર જેમાં ગાડીમાંથી ગુપ્ત ખાનાવાડી જગ્યાએ થી કુલ બોટલ નંગ-૩૯ જેની કિંમત રૂ.૨૭,૭૮૫/- નો પ્રોહી મુદ્દામાલ તથા ગાડી ની કિંમત રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કિંમત ૫૦૦૦/- નો કુલ મુદ્દામાલ રૂ.૮૨,૭૮૫/- મુદ્દામાલ સાથે એક આરોપી ઉર્વેશ અમરત દરજી (રહે.ઓગમણી બરોટવાસ, બાયડ)ને ઝડપી પાડી અને વોન્ટેડ આરોપીની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.