ડેમાઈ ગ્રામ પંચાયત તથા સિનિયર સીટીઝન ટ્રસ્ટ ડેમાઈ દ્વારા વાત્રક આંખની હોસ્પિટલના સહયોગથી આંખનો ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારની પ્રાથમિક શાળાઓ જેવી કે મોટા મુવાડા, દાનપુરા, વાડીનાથ, ખટારીયા, જુજારપુરા, પ્રતાપપુરા, ઈન્દીરાનગરના કુલ ૨૭૫ બાળકો તથા ૨૫ ગ્રામજનોની નિશુલ્ક તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક બાળકની આંખની કીકીમાં તકલીફ હોવાથી બારેજા ઓપરેશન માટે સલાહ આપી હતી. તેમજ ગ્રામજનોમાંથી ૧૦ ગ્રામજનોના ઓપરેશન માટેની સલાહ આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સરપંચ, સીનીયર સીટીઝન પ્રમુખ, મહામંત્રી
ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement