સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં પૈસાની લેતી-દિતી મામલે લઘુમતી સમાજના ટોળાએ એક જૂથ થઈ ભોઈ સમાજના યુવાન રાજુ ભાઈ રાઠોડ અને તેમના પરિવાર પર હુમલો કરી રાજુ ભાઈ ભોઈની હત્યા કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી આ અંગે પ્રાંતિજ પોલીસે 17 સહિત 30 લોકોના ટોળા સામે ફરિયાદ નોધી કેટલાક હત્યારાઓને ઝડપી લીધા છે હત્યાનો મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ભોઈ સમાજના યુવકની હત્યાના પગલે ભોઈ સમાજના લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ ભોઈ સમાજ ક્રાંતિદલ સેવા ટ્રસ્ટે અરવલ્લી જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી હત્યારાઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવેની માંગ કરી હતી
મોડાસા શહેરમાં ભોઈ સમાજ ક્રાંતિદલ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સદસ્યોએ જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક અને જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ શહેરના રાજુભાઈ રાઠોડ નામના યુવકની હત્યા કરનાર અસામાજીક તત્વો સામે કડક સજા કરવામાં આવે તેમજ હજુ સુધી પોલીસ પકડથી દૂર રહેલા હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં અવેની માંગ કરી હતી ભોઈ સમાજના નિર્દોષ યુવકની હત્યાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી