29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા : પોશીના તાલુકાના પડાપાટ ગામમાં 108 એમ્બ્યુલન્સ ને રસ્તો હોવાથી અટવાય,...

સાબરકાંઠા : પોશીના તાલુકાના પડાપાટ ગામમાં 108 એમ્બ્યુલન્સ ને રસ્તો હોવાથી અટવાય, 3 કિ.મી.દર્દીને કેવી રીતે લઇ ગયા વાંચો

0
137

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ના પડાપાટ ગામના દર્દીનું નામ ટીપુ બેન મુરષા ભાઈ ડાભી પોતે બીમારીથી ખૂબ પીડિત હતા તો 108 નો કોન્ટેક કરતા 108 એમ્બ્યુલન્સ 3 km રસ્તો ન હોવાથી અટવાઈ ગઈ હતી. બીમાર વૃદ્ધ મહિલા ને લાકડું અને કપડાની જોડીમાં ત્રણ કિલોમીટર પેડલ ચાલી અને 108 એમ્બ્યુલસ સુધી પહોંચ્યા હતા લોકો અને જણાવ્યું હતું કે અમને અમારો રસ્તો નથી અને અમારે જોળીમાં લઈ અને રસ્તા સુધી પહોંચવું પડે છે તો સરકારે ગણિ વાર રજૂઆતો કરી કે આ રસ્તો બનાવવામાં આવશે પરંતુ હજી સુધી તંત્રો દ્વારા કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી. અને અમારા અહીંયા વસ્તી 50 ઘરની વસ્તી દર વખતે ઈમરજન્સીમાં હેરાનગતિ થઈ રહી છે તો ચોમાસાના સમયમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે દર્દીને અને જો આ રસ્તો બનાવવામાં આવે તો કોઈપણ દર્દીનો જીવ પણ બચી શકે તેવી શક્યતાઓ છે. અને ઘણી વાર તો રસ્તા સુધી દર્દીને લઈ જતા મૃત્યુ પણ થાય છે. તો અમારા પચાસ મકાનના લોકોનું એવું જણાવવું છે કે જો અમને રસ્તો નહીં બનાવી આપવામાં આવશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી અને રસ્તા આંદોલન કરીશું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!