શ્રીરાજ રાજેશ્વરી લિંબચ માતાજીના મંદિરે રજત જયંતિ મહોત્સવ તથા ૨૪ કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૨ થીતા.૨૪સુધી ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેવા કે પ્રથમ દિવસે પંચાગ કર્મ, મંડપાધિપુજન, સ્થાપિત દેવતા આહવાન અગ્નિસ્થાપના, ગ્રાતિ, સાંય આરતી, દ્વિતીય દિવસે પ્રાત-પુજન, ચંડીપાઠ કર્મ,
શિખર મહાભિષેક, પ્રસાદી. તૃતીય દિવસે ચંડી પાઠ,હીમકર્મ, ધ્વજારોહણ, માતાજીનો થાળ, શ્રીફળ હોમાવાનો,મહાઆરતી, આંબલીયારા લિંબચ ધામમાં ૨૫ વર્ષ પુર્ણ થતાં રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત લિંબચ સમાજના ભાઈઓ. બહેનો, વડીલો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આંબલીયારા ગામે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ ભક્તોએ દર્શન તેમજ પ્રસાદીનો લાભ લીધો હતો આંબલીયારા ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો





