બિચ્છીવાડાની નીલગગન હોટલ નજીક વોશરૂમમાંથી બુટલેગરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો
અરવલ્લી સહિત ગુજરાતમાં 11 પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ હતો
લિસ્ટેડ બુટલેગર માનસિંગ ડામોર જીલ્લાના અનેક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ,કર્મીઓ અને ખાનગી વહીવટદારોના સંપર્કમાં..!!
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે લોકસભાની ચૂંટણીના અનુસંધાને અસામાજીક તત્ત્વો અને લિસ્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા પોલીસતંત્રને સખ્ત સૂચના આપતા પોલીસતંત્ર બાતમીદારો અને ટેકનિકલ સર્વલન્સનો ઉપયોગ કરી નાસતા-ફરતા આરોપીને દબોચી રહી છે જીલ્લા એલસીબી અને જીલ્લા એસઓજીએ સયુંક્ત ઓપરેશન હાથધરી ગુજરાતમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા ખેરવાડાના માનસિંગ ડામોર નામના લિસ્ટેડ બુટલેગરને તેના વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પોલીસે માનસિંગ ડામોરની સામે રાજ્યમાં અન્ય પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોધાયેલ હોય તેની તપાસ હાથધરી હતી
અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઘરાબો ધરાવતા રાજસ્થાન ખેરવાડાના બુટલેગર માનસિંગ શંકરલાલ ડામોરને જીલ્લા LCB પીઆઈ કે.ડી.ગોહિલ અને SOG પીએસઆઇ સી.એફ.રાઠોડની ટીમે તેના વિસ્તારમાંથી દબોચી લેતા અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં માનસિંગ ડામોર પોલીસ તપાસમાં તેમના નામના વટાણા વેરી નાખે તો પગ તળે રેલો ન આવે તે માટે હવાતિયા મારી રહ્યા હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે LCB અને SOGની ટીમને લિસ્ટેડ બુટલેગરને ઝડપી લેતા અભિનંદન પાઠવ્યા હતા
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડે રાજસ્થાનના ખેરવાડાનો લિસ્ટેડ બુટલેગર માનસિંગ ડામોરને ઝડપી પાડવા બાતમીદારો અને ટેકનિકલ સર્વલન્સનું એનાલિસિસ કરી રાજસ્થાનમાં વિવિધ ટીમ બનાવી ધામા નાખ્યા હતા ત્યારે બુટલેગર માનસિંગ ડામોર બિચ્છીવાડાની નીલગગન હોટલમાં હોવાની બાતમી મળતા તાબડતોડ એલસીબી પીઆઈ ગોહિલ તેમની ટીમ સાથે નીલગગન હોટલ નજીક વોચ ગોઠવી દીધી હતી ત્રણ ચાર કલાક સુધી સતત ખાનગી વોચમાં રહેલી પોલીસ બુટલેગર વોશરૂમમાં જતા ત્રાટકી દબોચી લેતા લિસ્ટેડ બુટલેગરના મોતિયા મરી ગયા હતા બૂટલેગરે પોલીસ પકડથી છૂટવા ધમપછાડા નિષ્ફળ રહેતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂ કરી એલસીબી પોલીસ જીલ્લા એલસીબી ઓફીસ લઇ પંહોચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો