asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં એસ.ટી.ડેપો બનાવવા લોકમાંગ ઉઠી, શામળાજી થી સૌરાષ્ટ્ર તરફની બસ સેવાની માંગ


ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં બિરાજતા ભગવાન શામળિયાના દર્શન કરવા વર્ષે દહાડે લાખ્ખો ભક્તો ઉમટી પડે છે એસટી વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરી દીધા હોવાથી ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે શામળાજીમાં એસટી ડેપો બનાવવામાં આવે તો લોકોને બસડેપોના અભાવે પડતી તકલીફ દૂર થઈ શકે છે શામળાજી પંથકના 70 થી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકો નોકરી ધંધાર્થે સૌરાષ્ટ્રમાં સ્થાઈ થયા હોવાથી સૌરાષ્ટ્ર તરફના રૂટ વધારવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
શામળાજીથી હિંમતનગર અમદાવાદ તરફ જવા માટે સવારે 10વાગ્યા થી 12વાગ્યા સુધી બસ સુવિધા ન હોવાથી મુસાફરોને ભારે અગવડતા પડી રહી છે મુસાફરો જીવના જોખમે ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે ડ્રાઇવર-કંડક્ટરની અછત કે પછી અગમ્ય કારણોસર અનેક રૂટ બંધ કરવામાં આવ્યા હતા જેમાં શામળાજીથી રાજકોટ જામનગર મોરબી, શામળાજી થી સિધ્ધપુર ઇડર મોટા કંથારિયા, લુસડીયા અમદાવાદ
શામળાજી ધોળકા, શામળાજી પેટલાદ,અંબાજી માલપુર અંબાજી ડુંગરપુર રૂટ નિયમિત પણ ચાલતા હતા જે પૂર્વરત કરવામાં આવેની માંગ જનતામાં ઉઠી છે હવે તો સરકારે નિવૃત્ત ડ્રાઇવર કંડકટરની 11 માસનાં કરાર આધારે ભરતી કરેલ છે તો આ બધાં રૂટો ફરીથી ચાલુ કરવામાં આવે તેવી આ વિસ્તાર ની જનતા ની માંગણી છે શામળાજી યાત્રાધામ છે તથા રાજસ્થાન ઉદેપુર જયપુર જવા મહત્વ નો પોઇન્ટ છે અહીંયા ડેપો બનાવવામાં આવે તો આ વિસ્તાર ની જનતા ને તથા ભક્તોને દર્શનાર્થે આવવા-જવા માટે સારી સગવડ મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલને આગામી સમયમાં રજૂઆત કરવાનું મન જનતા બનાવી ચૂકી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!