બાયડ તાલુકાના આંબલીયારા ખાતે પોલીસ તંત્ર દ્વારા ડીવાયએસપી કચેરી કાર્યરત કરવામાં આવતાં બાયડ તાલુકાની અને માલપુર, ધનસુરા વિસ્તારની જનતામાં રોષ સાથે વિરોધની લાગણી જોવા મળી રહી છે….!!!
બે એક વર્ષ અગાઉ બાયડ ખાતે ડી વાય એસ પી કચેરી ફાળવવામાં આવશે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી મંગળવારના રોજ ઓચિંતાની કોઈ જાહેરાત વગર બાયડ તાલુકાના છેવાડાના આંબલીયારા પોલીસ મથક ખાતે આજરોજ ડીવાયએસપી કચેરી કાર્યરત કરાયાના અહેવાલો પ્રાપ્ત થયા છે…!!!
આ ડીવાયએસપી કચેરીના વહીવટમાં આંબલીયારા, બાયડ, સાઠંબા, ધનસુરા અને માલપુર એમ પાંચ પોલીસ મથકો આવે છે બાયડ તાલુકા મથક છે અહીં ખાતે પ્રાંત કચેરી અને તમામ કચેરીઓ આવેલી છે
બાયડ તાલુકા મથક છે તો ડીવાયએસપી કચેરી બાયડ ખાતે કાર્યરત કરાઈ હોત તો દરેક વિસ્તારની જનતાને સરળ પડતું….
હવે આંબલીયારા સાઠંબા થી 40 કિ.મી, ધનસુરા થી 40 કિ.મી, માલપુર થી 60 કિ.મી જેટલું દૂર થાય છે અને ત્યાં પહોંચવા માટે કોઈપણ પ્રકારના વાહનોની પણ સુવિધા હોતી નથી …!!!!
જેથી ડીવાયએસપી કચેરી બાયડ ખાતે કાર્યરત કરવામાં આવે તો દરેકને સરળતા પડે એમ છે જિલ્લા પોલીસ તંત્ર એ નિર્ણય ફેરવી જનતાની વાતને સાંભળી ડીવાયએસપી કચેરી બાયડ ખાતે કાર્યરત કરવાની જરૂર છે…