સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ઝુમસર અભેસિંહ ઉદેસિંહ સોનગરા રાજ્યની વિવિધ કોર્ટમાં ફરજ બજાવ્યા બાદ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી વયનિવૃત્ત થતાં ગાંધીનગર કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી ગાંધીનગર બાર એસોસિએશન અને ન્યાયાલયના અધિકારીઓ અને કર્મીઓએ વિદાય ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમમાં તેમની કાર્યશૈલી, સ્વચ્છ પ્રતિભા અને સરળ સ્વભાવની ન્યાયાલયને ખોટ વર્તાશે જણાવી તેમના ફરજના દિવસો સંભારણું બની રહેશે જણાવ્યું હતું
રાજપુત સમાજનું ગૌરવ અને ઝુમસર ગામના અભેસિંહ ઉદેસિહ સોનગરા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી વયનિવૃત્ત થતાં બોલુન્દ્રા ગામમાં આવેલ કાલભૈરવ મંદિરમાં દાદાના દર્શન કરી વતન ઝુમસર મુકામે રાત્રિના સુમારે પહોચતા ઝૂમસર સહિત આજુબાજુના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્યાતિભવ્ય સ્વાગત કરી સન્માનિત કરવામાં આવતા અભેસિંહ સોનગરા ગદગદિત થઈ ગયા હતા ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાંથી રજિસ્ટ્રાર તરીકે વયનિવૃત્ત થયેલ અભેસિંહ સોનગરા કાયદાની ડિગ્રી ધરાવે છે તથા કાયદાના નિષ્ણાત છે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન હિંમતનગર ઇડર વડાલી ભિલોડા અમદાવાદ વિજયનગર મોડાસા ગાંધીનગર જેવા સ્થળોએ સેવાઓ આપી કાર્યકાર પૂરો કરેલ છે તેમની બેદાગ કાર્યકર્દી સ્વચ્છ વહીવટ નિષ્ઠાવાન વ્યક્તિત્વ તથા સ્વચ્છ પ્રતિભા નીડરતા તથા મૃદુભાષિતાને કારણે દરેક જિલ્લામાં પ્રજામાં તથા કર્મચારીઓમાં તથા સરકારી અધિકારીઓમા ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી છેલ્લે અરવલ્લીથી ગાંધીનગર બદલી થતા મોડાસા ધનસુરા ભિલોડા મેઘરજ બાર એસોસિએશન તથા કર્મચારીઓએ ભવ્ય આદર સત્કાર સાથે સન્માન સાથે વિદાય કાર્યક્રમમો રાખેલ હતા આવનારા સમયમાં રાજકીય તેમજ સામાજીક યોગદાન આપી પોતાનો વ્યનિવૃત્ત સમય લોકસેવામાં ઉપયોગ કરશે તેવું Mera Gujarat ના પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું હતું