શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઝોઝ મુકામે શિવલહેરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત ક્ષત્રિય સમાજના પ્રથમવાર સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યુ હતુ.શિવલહેરી પરિવાર ટ્રસ્ટ દ્વારા કરિયાવરમા ઘરવખરીની ચીજ વસ્તુઓ ભેટમા આપવામા આવી હતી. તેમજ દાતાઓ દ્વારા થયા શક્તિ ભેટ આપીને નવદંપતીઓને આર્શિવાદ આપ્યા હતા.
લગ્નસરાની મોસમ શરુ થઈ ગઈ છે . સમાજમાં થતા લગ્ન સહિતના પ્રંસગોમા ખોટા રિવાજોને કારણે ખોટા ખર્ચા પણ થતા હોય છે. દેખાદેખીથી થતા લગ્નોને કારણે ઘણીવાર સંતાનોને પરણાવનારા માતાપિતા દેવાના ડુંગરમા પણ ખપાઈ જવાના દાખલા બન્યા છે.સમાજ સાદાઈથી લગ્ન કરી ખોટા રિવાજો અને ખર્ચામાંથી ના થાય તે માટે શિવ લહેરી પરિવાર દ્વારા પ્રથમવાર સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા ક્ષત્રિય સમાજના ત્રણ નવદંપતીઓએ પ્રભુતામા પગલા પાડીને નવજીવનની શરુઆત કરી હતી. આ સમૂહ લગ્નમાં શહેરાના તાલુકાના મીઠાલી ગામના પરમાર અક્ષયકુમારે હીનાબેન દ્વારસિંહ બારીયા મેત્રાલ ,કૈડવાના મુવાડાના રાજેન્દ્રસિંહ વી ચૌહાણે સુશીલાબેન બી ખાંટ દલવાડા તેમજ બાલાસિનોર તાલુકાના રયોલ ગામના પ્રવિણકુમાર પી ચૌહાણે શારદાબેન બી ચૌહાણ કૈડવાના મુવાડા સાથે પ્રભુતાના પગલા પાડ્યા હતા.બ્રાહ્મણો દ્વારા વિધિવત મંત્રોચ્ચાર વચ્ચે ચોરીમા ફેરા ફર્યા હતા અને માતાપિતા અને પરિવારજનોના આર્શિવાદ મેળવ્યા હતા. શિવ લહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં ટ્રસ્ટના સ્વયં સેવકો ભાઈઓ અને બહેનો,દાતાઓ,અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.