ભિલોડા,તા.૦૯
ભિલોડા જન સેવા સંધ સંચાલિત એન.આર.એ વિદ્યાલયમાં ઘોરણ.૧૦~૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.વયનિવૃત્ત ઈન્ચાર્જ આચાર્યા કૈલાસબેન એમ. પટેલ, મ.શિ. વસંતકુમાર કે. તપોઘન, ઈન્દિરાબેન એસ. ભગોરા નો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.ઘો. ૧૦ માં પ્રથમ આવનાર, ઘો. ૧૨ માં સામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહ માં પ્રથમ આવનાર, ઘો. ૯ / ૧૧ માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.જન સેવા સંધ સંચાલક મંડળ, ટ્રસ્ટી – ગિરીશભાઈ ઉપાધ્યાય, રોહિતભાઈ ત્રિવેદી, હર્ષદભાઈ ત્રિવેદી સહિત ભિલોડા ~ જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન ~ ઉપ પ્રમુખ ~ રામઅવતારજી શર્મા સહિત શૈક્ષણિક સ્ટાફ પરીવારે વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે બિરદાવ્યા હતા.શાળાની બાલિકાઓ ઘ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર સ્ટાફ પરીવારે કાર્યક્રમ ને સફળ બનાવવા ઉત્સાહભેર ભાગ લીધો હતો.