asd
31 C
Ahmedabad
Sunday, July 21, 2024

ધનસુરા પંથકની સગીરાને હવસખોર યુવકે ગર્ભવતી બનાવી સગીરાએ બાળકીને જન્મ આપતા યુવકે હોસ્પિટલમાંથી બાળકીનું અપહરણ કર્યુ


ધનસુરા પોલીસે હેવાનિયતની હદ પાર કરનાર અને નવજાત બાળકીનું અપહરણ કરનાર હવસખોર યુવકને બાળકી સાથે દબોચી લીધો

Advertisement

નવજાત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી દીધી

Advertisement

હવસખોર યુવકની કરતૂત સામે ધનસુરા પંથકના પ્રજાજનોએ ફિટકાર વરસાવી

Advertisement

અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર અત્યાચારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ધનસુરા પંથકની એક સગીરને ખડોલ છાપરા ગામના હવસખોર યુવકે લગ્નની લાલચ આપી સાગીરાને પીંખી નાખતા સગીરા ગર્ભવતી બનતા પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા ગર્ભવતી સગીરાને પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડાતા સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હોવાની જાણ હવસખોર યુવકને થતા તેનું પાપ છુપાવવા હોસ્પિટલમાં પહોચી નવજાત બાળકીનું અપહરણ કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી સગીરાની માતાએ ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ કરનાર યુવકને નવજાત બાળકી સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો નવજાત બાળકી ની તબિયત લથડતા સારવાર અર્થે દવાખાને ખસેડી દીધી હતી

Advertisement

ધનસુરા તાલુકાના ખડોલ છાપરા ગામના મોન્ટુ જશવંત ભરવાડ નામના યુવકે એક સગીરને લગ્નની લાલચ આપી સગીરાનો દેહ ચૂંથતો રહેતો હતો સગીરા ગર્ભવતી બની હતી સગીરા ગર્ભવતી હોવાની જાણ પરિવારને પ્રસૂતાના અંતિમ દિવસોમાં થતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી પડી હતી પરિવારજનો આબરૂના ડરે કે પછી અગમ્ય કારણોસર સગીરાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હોવાની જાણ હવસખોર યુવકને થતાં શુક્રવારે સાંજના સુમારે હોસ્પિટલમાં પહોચી તેની કાળી કરતૂત છુપાવવા નવજાત બાળકીનું અપહરણ કરી ફરાર થઈ જતા સગીરા અને તેની માતા હોફાળી-ફોંફાળી બની ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસ દોડતી થઈ હતી

Advertisement

ધનસુરા પીએસઆઇ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરનાર મોન્ટું જસવંત ભરવાડને ઝડપી પાડવા જુદી-જુદી ટીમ બનાવી બાતમીદારો સક્રિય કરી ટેકનિકલ સર્વલન્સની મદદથી મોન્ટું ભરવાડનું લોકેશનના આધારે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં દુષ્કર્મ અને અપહરણના આરોપીને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!