asd
27 C
Ahmedabad
Wednesday, July 24, 2024

અરવલ્લી : મોડાસા વેપારી આત્મહત્યા પ્રકરણમાં આરોપીઓને રાજકીય નેતાઓના ઇશારે PI ડી.કે.વાઘેલાએ છાવર્યાંની ચર્ચા


મોડાસા માર્કેટયાર્ડના વેપારીને માર્કેટયાર્ડમાં દુકાન ધરાવતા પિતા-પુત્ર સહિત ત્રણ વેપારીઓએ ધંધાકીય કનડગત કરતા વેપારીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી વેપારીના પરિવારજનોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સુસાઈડ નોટના આધારે ગુન્હો નોંધવવા માટે ધરમધક્કા ખાવા પડ્યા હતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ ટાઉન પોલીસે ત્રણ વેપારીઓ સામે ગુન્હો નોંધ્યો હતો પરિવારજનોએ રાજકીય નેતાઓ અને વગદાર વ્યક્તિઓના ઇશારે ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા ગુન્હો નોંધવા માટે ધરમધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ કર્યા હતા ત્રણ વેપારીઓ સામે ગુન્હો નોધાયા બાદ ત્રણે આરોપી પોલિસ સ્ટેશનમાં હાજર હોવા છતાં અટકાયત કરવાને બદલે છોડી મૂકતા મૃતક વેપારીના પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા આ અંગે રેન્જ આઈજી અને એસપીને લેખિત રજૂઆત કરતા એસપી શૈફાલી બારવાલે પીઆઈ ડી. કે.વાઘેલાનો ખુલાસો માંગવામાં આવ્યો છે

Advertisement

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ ડી.કે.વાઘેલાએ સમગ્ર પ્રકરણમાં એક રાજકીય નેતા અને યુવા નેતા સહિત અન્ય વગદાર લોકોની બે આંખોની શરમ ભરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે માર્કેટયાર્ડના વેપારી સિરાજુદ્દીન પટેલને મરવા મજબૂર કરનાર કુશ એન્ટ્રપ્રાઈઝના નિલેશ હસમુખ શાહ,હિતેશ ટ્રેડર્સના હિતેષ ચંદુલાલ શાહ અને ચંદુલાલ શાહ સામે કલમ-306 અને 114 મુજબ ગુન્હો નોંધી ટાઉન પોલીસે ત્રણે આરોપીઓની ત્વરિત અટકાયત કરી હોય તેમ ત્રણે આરોપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રિ સુધી બિંદાસ્ત હાજર હતા અને ટાઉન પોલીસ સ્ટેશનની લોંબીમાં મહાલતા હોવાની સાથે આરોપીઓને મળવા અને પોલીસ પર દબાણ ઉભું કરવા એક ભાજપનો યુવા નેતા સહિત અન્ય રાજકીય નેતાઓ અને વગદાર નેતાઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ ત્રણે આરોપીની અટકાયત બતાવ્યા વગર છોડી મૂકી આગોતરા જામીન માટે સમય આપવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું આ અંગે મૃતકના ભાઈ મોયુદ્દીન અબ્દુલ રહેમાન પટેલે લેખિત રજૂઆત કર્યા બાદ એસપી શૈફાલી બારવાલે પીઆઇ પાસે ખુલાસો માંગતા રાજકીય નેતાઓના ઇશારે કામકાજ કરનાર પીઆઇ ડી.કે.વાઘેલાને ફરજમાં આગામી સમયમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકેની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!