asd
32 C
Ahmedabad
Friday, September 20, 2024

અરવલ્લી : ધો.10-12બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, પરીક્ષાર્થીઓને કુમ-કુમ તિલક કરી મોં મીઠું કરાવી પરિક્ષાર્થીઓને કેન્દ્ર પર આવકાર


11માર્ચ 2024ના રોજ સમગ્ર ગુજરાત સહિત અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં માધ્યમિક ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો 43 કેન્દ્રો પર 31હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલ માં પ્રથમ દિવસે પરીક્ષા આપી હતી મોડાસા શહેર સહીત બંને જીલ્લાના સંચાલક મંડળ અને વિવિધ સામાજિક સંસ્થાઓએ પરીક્ષાર્થીઓને કુમ-કુમ તિલક કરી સાકરથી મોં મીઠું કરાવી માનસિક તણાવ દૂર કરવા ગુલાબના ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સોમવારે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.ધો.10 અને 12 વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો તણાવ હળવો કરવા અને માનસિક ભય દૂર કરવા સાથે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી અને પરીક્ષાર્થીઓને આહલાદક વાતારણ મળી રહે તે માટે મોડાસા શહેરના પરીક્ષા કેન્દ્રો જેવાકે મોડાસા હાઈસ્કૂલ,સર્વોદય હાઈસ્કૂલ,મદની હાઈસ્કૂલ,સરસ્વતી વિદ્યાલયના પ્રવેશ દ્વાર આગળ શૈક્ષણિક સંસ્થાઓના હોદેદ્દારો, વિવિધ સેવાકીય સંસ્થાઓ અને વિદ્યાર્થી પાંખ દ્વારા પરિક્ષાર્થીઓને આવકારવામાં આવ્યા હતા મોડાસા-સર્વોદય હાઈસ્કૂલ કેન્દ્ર પર મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિન શાહ,સરસ્વતી બાલ મંદિર મંડળ ના પ્રમુખ નિલેશ જોષી,જાયન્ટ્સ ઇન્ડિયા મોડાસા, સર્વોદય હાઈસ્કૂલના પ્રિન્સિપલ આર.સી.મહેતા, ઘી ઘાંચી હાઈસ્કૂલ ના પ્રમુખ રાજાબાબુ, કોર્પોરેટર લાલાભાઇ વાયરમેન સહીત મોડાસા લાયન્સ ક્લબ,જેસીઆઈ મોડાસા,મારુતિ વિકાસ મંડળ,અરવલ્લી યુવા સેવા સંગઠન,ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો અને અગ્રણીઓ સહીત વિવિધ સેવાકીય સંસ્થાઓએ ઉમળકાભેર પરીક્ષાર્થીઓને આવકારી ગુલાબના ફૂલ આપી તીલક કરી,સાકર વડે મોં મીઠું કરાવી શાંતિપૂર્વક પરીક્ષા આપવા માટે શુભેચ્છા પાઠવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!