મોડાસા શહેરમાં સોનીવાડા વિસ્તારમાં દિનકર તીર્થ સ્થાન શ્રદ્ધાળુઓમાં અનેરું મહત્ત્વ ધરાવે છે દિનકર તિર્થ ધામમાં સંત શ્રી દિનકર નાથના અનુયાયીઓ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મહા શિવરાત્રી પર્વના દિવસે શ્રી દિનકર નાથ જન્મભૂમિ જીર્ણોધાર નિમિત્તે જ્ઞાન-વિજ્ઞાન મંડળ તથા શ્રી દિનકરનાથ પરિવાર તરફથી સર્વે ભક્તોએ કાશી વિશ્વનાથ મહાદેવ સુધી શોભાયાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસા શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ જળદેવી માતાજી મંદિર નજીક વર્ષ-1903ની સાલમાં શરદ પૂર્ણિમાના દિવસે દિનકર તીર્થમાં સંત શ્રી દિનકર નાથનો જન્મ થયો હતો ત સોનીવાડા વિસ્તારમાં આવેલ મહાન સંત શ્રી દિનકર નાથે તેમના અધ્યાત્મ પુરુષાર્થથી 14 જેટલા ગ્રંથની રચના કરી હતી સર્વે શાસ્ત્રો ,ઉપનિષદો, પુરાણો તથા દરેક ધર્મમાં એકજ સનાતન તત્વ એવા પરમ તત્વનો સાર છે તે તેમણે જ્ઞાન અને વિજ્ઞાન અનુભવથી સિદ્ધ કરીને તમામ ગ્રંથની રચના કરી છે ત્યારે મહાત્મા શ્રી દિનકર નાથ ની જન્મભૂમિના જીર્ણોદ્ધાર નિમિત્તે જ્ઞાન-વિજ્ઞાન મંડળ મોડાસા તથા શ્રી દિનકરનાથ પરિવારના ભક્તગણ અને શ્રદ્ધાળુઓ દ્વારા શહેરના માજુમ નદીના કિનારે આવેલ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ સુધી શોભાયાત્રા યોજી હતી ત્યાર બાદ સંત શ્રી દિનકર નાથની જન્મભૂમિ તીર્થ ખાતે પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું આ પૂજાવિધિમાં વિશાળ ભક્ત સમુદાયે મહાશિવરાત્રીના દિવસે પૂજાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.