નિકલનો સ્ટીલમાં અને ક્રોમિયમનો બેટરીમાં ઉપયોગ થાય છે
Advertisementભિલોડા સરપંચ એસોસિએશને વનવિભાગ અને ખાનગી માલિકીના સર્વે નંબર વાળી જમીનમાં ખાણ ખનિજ વિભાગે ખનનની ટેન્ડરિંગ પ્રક્રિયામાં ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર બરોબર આપી દેતા ભારે રોષ
Advertisement
ભિલોડા તાલુકાના કુંડોલ પાલ,ભાણમેર,ધનસોર,ઝાંઝરી તેમજ મસોતા પંથકમાં નિકલ અને ક્રોમિયમ નામની ધાતુ હોવાનું સરકારના સર્વેમાં સામે આવ્યુ હતુ. આ વિસ્તારોમાં ખનીજ ધાતુનો ભંડાર હોય તેનુ ખનન કરવા માટે ભારત સરકારે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ હાથ ધરી છે. ત્યારે સ્થાનિકો અને સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે.સ્થાનિક આદિવાસી સમાજના લોકો અને આગેવાનો ભારે વિરોધ કરી રહ્યા છે અનુસૂચિ અને પેસા એક્ટ મુજબ સરકાર દ્વારા કાર્યવાહી કરવા,સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે,આદિવાસી સમાજના આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેકટર અને ભિલોડા સરપંચ એસોસિએશનના આગેવાનોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ સાથે રજુઆત કરી હતી
ભિલોડા સરપંચ એસોસિએશને મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ભારત સરકારના ખાણ ખનીજ ખાતા ધ્વારા હાથ ધરેલ હવાઈ સર્વેમાં ર્શાવેલ ગામોના તથા સમગ્ર આદિવાસી વિસ્તારના પેટાળમાં ખનીજ ધાતુઓ જેવી કે નિકલ અને ક્રોમિયમ ધાતુઓનો કિંમતી ભંડાર હોવાનુ જાણવા મળેલ છે ખનિજની માત્રા ધરાવતો આ વિસ્તાર અનુસૂચિત વિસ્તાર (શીડયુઅલ એરિયા)માં આવે છે તેમ છતાં મિનિસ્ટ્રી ઓફ માઈન્સ ભારત સરકાર ધ્વારા ખનિજ ખનન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે ભિલોડા તાલુકાના કુડોલપાલ, નાની ઝાંઝરી તથા સોતા અને આજુ બાજુ આદિવાસી વિસ્તાર અનુસૂચિત-5 માં સમાવેશ વિસ્તાર હોવાથી અનુસુચિત વિસ્તારમાં ખાણ ખનીજ ખનનની કે કોઈ અનઅધિકૃત પ્રક્રિયા કરતા પહેલા ગ્રામ સભાની મંજુરી લેવી પડે છે પરંતુ સરકારી કચરી દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી સમગ્ર ખનન પ્રક્રિયાથી આદિવાસી સમાજનું અસ્તિત્વ જોખમમાં રહેલ હોવાથી ખનનની કામગીરી રદ કરવામાં આવેની માંગ કરી હતી