ગુજરાત સરકાર દ્વારા સામાજિક સમરસતા અને અન્ય શ્રેષ્ઠ કામગીરી બદલ દર વર્ષે એવોર્ડથી ગુજરાતના શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવે છે આ વર્ષે સરકારે જાહેર કરેલ એવોર્ડમાં અરવલ્લી જીલ્લાના કબીર પંથના મહંત શ્રી બાલકદાસજી સાહેબને એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા તેમના અનુયાયીઓમાં આનંદ છવાયો હતો
સંતશ્રી કબીર સાહેબના આદર્શો અને સિદ્ધાંતો તથા જ્ઞાન દ્વારા સમાજમાં લોકજાગૃતિ કેળવી ખૂબ જ સરાહનીય કામગીરી બદલ મોડાસા સ્થિત કબીર પંથના મહંત શ્રી બાલકદાસજી સાહેબને વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, પૂજ્યપાદ મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ શ્રી શંભુનાથ ટૂંડીયા બાપુ અને અન્ય રાજકીય મહાનુભાવોની હાજરીમાં પ્રશસ્તિ પત્ર, શાલ, તથા રૂ. એક લાખ ના પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં હતા ગાંધીનગર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ભવનમાં પૂજ્ય શ્રી બાલકદાસજી સાહેબને શુભેચ્છાઓ પાઠવવા માટે ગુજરાત રાજ્ય કબીર પંથના પ્રમુખશ્રી મહંતશ્રી રામદાસ સાહેબ- ડેડીયાપાડા, મહંતશ્રી રમેશદાસ સાહેબ-અમદાવાદ, સામાજિક સમરસતા ગાંધીનગર વિભાગના ચંદ્રકાંતભાઈ પટેલ સહિત અનેક સાધુ સંતો તથા સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંત શ્રી કબીર સાહિત્ય એવોર્ડ ગુજરાત રાજ્યમાં સહુ પ્રથમ વખત એક કબીરપંથી સંત ને આપવામાં આવતાં સમગ્ર ગુજરાત અને દેશના કબીર પંથીઓમાં આનંદ છવાયો હતો
અરવલ્લી : કબીર પંથના મહંત શ્રી બાલકદાસજી સાહેબને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સન્માનિત કરાયા
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -