શાળામાં જીવન ઘડતરના માટે આવતા બાળકો ઘડતરના પાઠના બદલે વ્યસનના પાઠ ભણીને જાય તે મોટું લાંછન
શૈક્ષણિક સંકુલ અને સરકારી શાળાઓમાં શિક્ષકો બિંદાસ્ત મસાલા-તમાકુનું સેવન તેમજ સિગરેટ બીડીના કશ ખેંચતા હોવાના દ્રશ્યો સામાન્ય COS ( સ્કૂલ ઓફ કમિશનર કચેરી)નું દેર આયે દુરસ્ત આયે જેવા નિર્ણયનો સમગ્ર ગુજરાતના વાલીઓએ આવકાર્યો
COSએ જીલ્લાના ડીઈઓને પરિપત્ર કરી શાળાની અમુક ત્રિજ્યામાં વેચાણ થતાં તમાકુ કે સિગારેટ-મસાલા જેવા તમાકુના ઉત્પાદનો ના વેચાણ અને શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસળીને ખાતા જોવા મળતા હોવાનું ધ્યાને આવ્યુ
કેટલાક શિક્ષકોને મસાલા-તમાકુના સેવન વગર એક મિનિટ્સ ચાલતું નથી
રાજ્યમાં કેટલાક શિક્ષકો દારૂના નશામાં શાળામાં આવતા હોવાની ચર્ચા