28 C
Ahmedabad
Monday, April 22, 2024

અરવલ્લીઃ બેંકમાં ફરજ બજાવતા મુળ મોડાસાના નમ્ર શેઠે કોરાનાકાળના આફતભર્યા સમયને અવસરમાં પલટી 700 જેટલા વિવિધ નામાંકિત હસ્તીઓના સ્ક્રેચ બનાવી અનોખી સિધ્ધિ મેળવી


અરવલ્લી જિલ્લાના મોડાસાના અને બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા એક યુવકે કોરોના કાળના આફતના સમયને અવસરમાં બદલીને સ્કેચક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ યુવાને અત્યાર સુધીમાં ધાર્મિક ચિત્રો, રાજકીય હસ્તીઓથી લઈ ફિલ્મજગત સહિત અનેક હસ્તીઓના સ્કેચ તૈયાર કર્યા છે,, જુઓ અમારો વિશેષ અહેવાલ….

Advertisement

આ છે નમ્ર શેઠ,, મોડાસામાં અને ત્યારબાદ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી મુંબઇ ખાતે બેંકમાં ડેપ્યુટી મેનેજરની પોસ્ટ પર ફરજ બજાવતા નમ્ર શેઠે ચિત્ર અને સ્કેચ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, સમગ્ર વિશ્વ વૈશ્વિક મહામારીના કોરોનાકાળ દરમીયાન વ્યવતીત અને ચિંતિત હતું, તેવા સમયમાં નમ્ર એ અફતને અવસરમાં બદલીને તેની કોઠા સુજથી સુંદર અને અદભુત સ્કેચ તૈયાર કર્યા છે, નમ્ર શેઠે અત્યાર સુધીમાં 700 જેટલા સ્કેચ તૈયાર કર્યા છે, જેમાં ધાર્મિક, ફિલ્મી હસ્તીઓ, રાજકીય હસ્તીઓ, વૈજ્ઞાનિક, સહિત અનેક સ્કેચ તૈયાર કર્યા છે. નમ્રનું કહેવું છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ,, કેમ કે કોરોનાકાળ પહેલા નમ્રને સ્કેચ કે ચિત્રમાં કોઈ રસ ન હતો, પરંતુ તે સમયગાળાનો તેણે સદઉપયોગ કરીને સ્કેચ દોરવાના શરૂ કર્યા બાદ આજે તે આબેહૂબ એવા એક થી ચઢિયાતા એક ચિત્રો દોરી શકે છે.

Advertisement

નમ્રનો સ્કેચ દોરવા પર એવો તો હાથ બેસી ગયો છે કે તે અદભુત સ્કેચ બનાવે છે. તેને અત્યાર સુધીમાં પીએમ નરેન્દ્ર મોદીનો તેમની માતા હીરા બા સાથેનો સ્કેચ, ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, અમિતાભ બચ્ચન, વિક્રમ સારાભાઈ, બીપીન રાવત સહિત ભગવાન રામલલા,શંકર ભગવાન, ગણપતિજી, રાધાકૃષ્ણ સહિત અનેક સ્કેચ તૈયાર કર્યા છે, જેમાંથી ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન સહિતની અનેક હસ્તીઓને તેને પોતામાં હાથે સ્કેચ ભેટ આપ્યા છે. તો નમ્ર આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો સ્કેચ તૈયાર કરીને ગિફ્ટ કરવાની ઈચ્છા રાખી રહ્યો છે.

Advertisement

ખાસ બાબત એ છે કે નમ્ર શેઠ કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી, તે મુંબઇ સ્થિત ICICI બેંકના હેડ કવોટરમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમ છતાં તેમને તેના શોખને જીવંત રાખીને તેની કોઠા સુજ વડે ચિત્રો તૈયાર કર્યા છે, તાજેતરમાં અયોધ્યા ખાતે સ્થાપિત કરવામાં આવેલી ભગવાન રામલલાની મૂર્તિની આબેહૂબ મૂર્તિનું સ્કેચ તેને એક કાગળ પર દોર્યું હતું અને તે જ સ્કેચ સાથે તેમણે નેશનલ કક્ષાની ચિત્ર કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં તેને આખા ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જે બદલ તેને 50 હજાર રોકડ, પ્રમાણપત્ર અને સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

નમ્ર એવા યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પથદર્શક બની રહ્યો છે કે જેઓ તેમના જીવનમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે, નમ્ર શેઠ “પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ” ના જીવન સૂત્રને વળગી રહી ને કોરોનાકાળ પહેલા ચિત્ર ક્ષેત્રે કઈ જ ન જાણતા હોવા છતાં સતત પ્રેક્ટિસ અને મહેનત કરીને આ મંજિલ સુધી પહોંચ્યા છે, ત્યારે આ યુવાન અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતને દેશ અને વિશ્વ લેવલે પોતાના સ્કેચ દ્વારા નામના અપાવવાની ઈચ્છા સાથે સતત મહેનત કરી રહ્યા છે..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!