asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

ગુજરાત : સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોર પર મહોર લગાવી,ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવાર જાહેર


અરવલ્લી જીલ્લા કમલમ કાર્યાલય અને મોડાસા ચાર રસ્તા પર ભીખાજી ઠાકોરને ટીકીટ મળતાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ જશ્ન મનાવ્યો

Advertisement

અરવલ્લી જીલ્લા કમલમ કાર્યાલયમાં ભીખાજી ઠાકોરને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા

Advertisement

અરવલ્લીને સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપે ફાળવતાં લોકોમાં ભારે ઉત્સાહ

Advertisement

ભાજપે લોકસભા ચૂંટણી બુધવારે સાંજના સુમારે વધુ 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા હતા કર્યા છે. જેમાં ગુજરાતની 7 બેઠક પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા સાબરકાંઠા લોકસભા બેઠક પર સિટિંગ સાંસદ દીપસિંહ રાઠોડની ટીકીટ કાપી અરવલ્લી ભાજપના મહામંત્રી અને સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન ભીખાજી ઠાકોરને ટીકીટ આપવામાં આવતા અરવલ્લી જીલ્લા ભાજપના જશ્નનો માહોલ જોવા મળ્યો હતો બીજીબાજુ સાબરકાંઠા જીલ્લામાં સોંપો પડી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જોકે પ્રાંતિજના ધારસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમના સમર્થકો સાથે ઉત્સાહભેર અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભીખાજી ઠાકોરને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું હતું ભીખાજી ઠાકોરને ટીકીટ મળતા અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે ભારે બહુમતીથી વિજય બનાવવા હોદેદારો અને કાર્યકરોને આહવાન કરી વિજયની ભેટ આપવા હુંકાર કરી ભાજપના શીર્ષ નેતૃત્ત્વનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement

ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર ઓબીસી ઉમેદવાર અને અરવલ્લી જીલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી દૂધાજી ડામોર (ઠાકોર)ને ટીકીટ આપતાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ રૂબરૂ અને ટેલીફોનિક શુભેચ્છા પાઠવી હતી મેઘરજ પંથકમાં છેલ્લા 42 વર્ષથી ભાજપના પાયાના કાર્યકર અને કુશળ સંગઠન કર્તા તરીકે ભીખાજી ઠાકોર જાણીતા છે જ્યારે મેઘરજ તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યારે ભીખાજી ઠાકોરે ભાજપનો ગઢ બનાવવા ભારે જહેમત ઉઠાવી બાંઠીવાડા બેઠક પરથી જીલ્લા પંચયાત સદસ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારથી બાંઠીવાડા બેઠક ભાજપનો ગઢ બનાવી છે

Advertisement

ભીખાજી ઠાકોર બક્ષીપંચ સમાજ સહિત સમગ્ર સમાજમાં આગવું મહત્વ ધરાવે છે વર્ષ 1980થી ભાજપમાં સક્રિય રીતે કામગીરી બજાવી રહ્યા છે તેઓ હાલ અરવલ્લી જિલ્લા ભાજપના સંગઠનના મહામંત્રી છે. સાબરકાંઠા અને અરવલ્લીની કામધેનુ ગણાતી સાબરકાંઠા ડિયાટ્રિકટ કો.ઓ.બેન્કના વાઇસ ચેરમેન તરીકે પણ કાર્યરત છે. બે ટર્મ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલા છે. હાલ મેઘરજ તાલુકા એપીએમસીના ચેરમેન પણ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!