શ્રી એન.એસ. પટેલ લૉ કૉલેજના એન એસ એસ યુનિટ દ્વારા શિક્ષા મંત્રાલય ભારત સરકાર અને રાષ્ટ્રિય સેવા યોજના ક્ષેત્રીય વિભાગના પરિપત્ર અનુસાર ‘ મેરા પેહલા વોટ મેરે દેશ કે લીયે ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મુખ્ય મહેમાન તરીકે કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સંતોષ દેવકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મતદાનના મહત્વ વિશે પ્રેરક વ્યાખ્યાન આપ્યુ હતુ. પ્રીન્સી.ડૉ. રાજેશ વ્યાસ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચૂંટણીમાં મતનું શું મહત્વ છે અને શા માટે મતદાન કરવું એ જણાવવામાં આવ્યું. ડૉ. અશોક શ્રોફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચૂંટણીમાં મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું.એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડૉ. અલ્પાબેન ભટ્ટીએ ચૂંટણીપંચ દ્વારા નિર્દેશ કરેલ મતદાન જાગૃતતાના વીડિયો ડિજીટલ માધ્યમ દ્વારા રજૂ કરી અને વિદ્યાર્થીઓને નિષ્પક્ષ અને અચૂક મતદાન માટે શપથ લેવડાવવામાં આવ્યા. ડૉ. સોનિયા જોષી દ્વારા આભારવિધિ કરવામાં આવી.ડૉ.અનિલ ખોખર અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો