જામનગરના બેડી વિસ્તારમાં ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની છરીના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવતા વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. એડવોકેટ હારૂન પાલેજાની હત્યાના પડઘા અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યા હતા જીલ્લા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશને બે મિનિટ્સ મૌન પાળી હત્યાને વખોડી નાખી હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેની માંગ કરી હતી
અરવલ્લી ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનએ એડવોકેટ હારુન પાલેજાની હત્યાને વખોડી કાઢી બે મિનિટ્સ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ઝડપથી રિલીઝ કરી નોટિફિકેશન પ્રસિધ્ધ કરી લાગુ કરવામાં આવેની માંગ કરી હતી તેમજ એડવોકેટ હારૂન પાલેજાની સરે જાહેર હત્યા કરનાર આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવવામાં આવે અને વકીલના પરિવારને ન્યાય મળેની માંગ કરી શોક ઠરાવ પસાર કર્યો હતો