અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં બદલીઓનો દોર યથાવત રહ્યો છે જીલ્લા એસઓજી પીએસઆઇની બદલી પછી જીલ્લા SP શૈફાલી બારવાલે વધુ એક વાર અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો હતો જેમાં જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલની મોડાસા ટાઉન પીઆઈ તરીકે અને ટાઉન પીઆઈ ડી.બી.વાળાની જીલ્લા એલસીબી પીઆઇ તરીકે અરસ-પરસ બદલી કરી હતી
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જીલ્લા પોલીસતંત્રમાં બદલીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે થોડા દિવસ અગાઉ એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ ની ધનસુરા પોલીસ સ્ટેશનમાં બદલી કર્યા બાદ ગણતરીના દિવસોમાં જીલ્લા પોલીસતંત્રમાં વધુ એક ઉલેટફેર જોવા મળ્યો છે જેમાં જિલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલની મોડાસા ટાઉન પીઆઇ તરીકે અને મોડાસા ટાઉન પીઆઇ ડી.બી.વાળાની એલસીબી પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે