માલપુર નગરમાં પુત્રીએ પોતાના મૃતક પિતાને કાંધ આપી અને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું માલપુરમાં ધીમંત ત્રિવેદીનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા ધીમંત ભાઈનો દીકરો અપંગ હોવાથી ટેમી દીકરીએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો દીકરીએ અશ્રુભીની આંખે પિતાને અંતિમ વિદાય આપી હતી સ્મશાનમાં દીકરીની હિંમત જોઈ સૌ કોઈની આંખો ભીંજાઈ હતી
હિન્દુ વિધિ પ્રમાણે જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં પુત્ર અર્થીને કાંધ આપે છે, પરંતુ માલપુર ગામમાં પુત્રીએ પિતાને કાંધ આપતાં હ્યદયદ્રાવી દ્રશ્યો સર્જાયા હતા.માલપુર નગરમાં રહેતા ધીમંત ત્રિવેદીનું હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી ધીમંત ભાઈનો પુત્ર અપંગ હોવાથી તેમની દીકરી દીકરો બની હતી અને હિંમત પૂર્વક પરિવારજનો સાથે પોતાના પિતાને કાંધ આપી રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો.અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. જે કૂખમાં રમી ભમી મોટા થયાં એ જ પિતાને સ્મશાન વળાવતી વખતે પુત્રીએ હ્રદય પર પથ્થર મુકી અગ્નિસંસ્કાર અને કાંધ આપી હતી. જે દરમિયાન આખા ગામમાં ગમગીનના દ્રશ્યો સર્જાયા હતા.