આલ્બર્ટ આઈન્સ્ટાઈનને દુનિયાના મહાન વૈજ્ઞાનિકોમાંના એક ગણવામાં આવે છે અને આજથી સો વર્ષ પહેલા તેમણે આપેલો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અત્યાર સુધી ચર્ચાસ્પદ રહેલો છે ત્યારે હિંમતનગરના એક એમ.બી.બી.એસ ડોક્ટરે સાપેક્ષતાવાદનું ખંડન કરતું પુસ્તક બહાર પાડ્યુ છે જેનું ગઈકાલે વિમોચન કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં જેની મહાન વૈજ્ઞાનિકોમાં ઘણના થાય છે તેવા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના સિદ્ધાંતને સાબરકાંઠા જિલ્લાના એમ.બી.બી.એસ ડોકટર હસમુખભાઈ રાઠોડે ચેલેન્જ કરી છે અંગ્રેજીમાં “જનરલ થિયરી ઓફ રિલેટિવિટી”તરીકે ઓળખાતો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત પદાર્થ અને ઊર્જા એકબીજા સાથે જોડાયેલા છે તે આઇન્સ્ટાઇને સાબિત કરી E= mc2 નું સૂત્ર તેમણે આપ્યુ હતુ ત્યારે હિંમતનગરના રહેવાસી અને પ્રાંતિજના પી.એચ.સી સેન્ટરમાં ફરજ બજાવતા હસમુખભાઈ રાઠોડે ‘રીલેટીવીટી રીફુટેડ’ નામનું પુસ્તક બહાર પાડી આઇન્સ્ટાઇનના સાપેક્ષતાવાદનું ખંડન કર્યુ છે.
હિંમતનગરની એક ખાનગી હોટલમાં આ પુસ્તકનો શહેરના નામાંકિત ડોક્ટરો અને શિક્ષણવિદોની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો.હસમુખભાઇ રાઠોડે આ પુસ્તક વિશે જણાવતા કહ્યું હતું કે આઈન્સ્ટાઈને રજુ કરેલા સાપેક્ષવાદની ગણતરીમાં ભૂલો રહેલી છે તેમણે સાપેક્ષતા વાતના અનેકો પુસ્તકો વાંચી અને એ ભૂલોને દર્શાવી છે અને તેની ખંડન કરીને નવી ગણતરી સાથેની તેને સાબિત પણ કરી આપી છે સાબિતીઓ સાથે જ તેમણે આ વાતનું ખંડન કર્યુ છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 1916 માં 100 લેખકોએ ‘100 ઓથર્સ અગેઇન્ આઇન્સ્ટાઇન’ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું અને આ પુસ્તકમાં લેખકોએ સાપેક્ષતાવાદનો વિરોધ કરતી દલીલો કરેલી હતી પણ તેઓ પુરાવા આપી શક્યા ન હતા જ્યારે હસમુખભાઈએ સાપેક્ષતા વાતનું ખંડન કરી અને તેના પુરાવા પણ આ પુસ્તકમાં આપેલા છે ત્યારે અભ્યાસુઓ માટે આપ પુસ્તક એક મહત્વપૂર્ણ પુસ્તક બની રહેશે તેવું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી હાલમાં નિવૃત આર.એમ.ઓ ડોકટર એન.એમ. શાહે જણાવ્યું હતું