ભિલોડા,તા.૧૫
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ચોરીમાલા ગામના એક યુવાને કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની જાતે જ ઘરની આગળ લાલ કલરના ઈલેક્ટ્રીક વાયર ને સીંલીગ પંખા સાથે બાંધી ગળે ફાંસો ખાઈ ને જીવનની લીલા એકા-એક સંકેલી દેતા પરીવારજનો હૈયાફાટ રૂદન કરતા હતા.પોલીસે એ.ડી મુજબ ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ બુન્નાબેન કે. મનાત ના જણાવ્યા મુજબ ચોરીમાલા ગામના ૩૭ વર્ષીય મરણ પામનાર યુવાન મનીષભાઈ રમેશભાઈ ગામેતી એ કોઈ પણ અગમ્ય કારણોસર પોતાની જાતે જ તેમના ઘર આગળ લાલ કલરના ઈલેક્ટ્રીક વાયર ને સીંલીગ પંખા સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ ને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.ચોરીમાલા ગામના રાજેશભાઈ રમેશભાઈ ગામેતી એ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ઘારા-ઘોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.