ગોધરા-
ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રોગ્રામમાં કલેકટર ઓફિસ તરફથી ડેપ્યુટી મામલતદાર શ્રીમતી વંદનાબેન દરજીએ હાજરી આપી વિદ્યાર્થીઓને- સ્ટાફગણને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ધર્મ, લોભ કે લાલચ વિના મતદાન કરવાની વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. તેમણે મતદાન જાગૃતિ નું કામ ખાસ NSS ના વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકે છે એ પણ સમજાવ્યું હતું. પ્રથમ વખત મતદાન કરવાવાળા વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓએ ઊભા થઈને મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના બીજા ભાગમાં ગોધરાના જાણીતા ગાયનેકોલોજિસ્ટ સુજાત વલી સાહેબે થેલેસેમિયા અને CPR અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું તેમણે ખાસ મધ્ય ગુજરાતમાં જ્યારે થેલેસેમિયાના દર્દીઓ વધારે છે ત્યારે થેલેસેમિયા ટેસ્ટિંગ પર જોર આપ્યું હતું. CPR જેવી ટ્રેનિંગ વડે તાત્કાલિક ધોરણે કોઈનો જીવ બચાવી શકાય છે તે ઉપકરણો અને સાધનોની મદદથી વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ ટ્રેનિંગ દ્વારા સમજાવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો એમ બી પટેલ સાહેબે કાર્યક્રમ બદલ NSS વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં હિસ્ટ્રી વિભાગના ડો સુરેશ ચૌધરી, સાયકોલોજીમાંથી ડો કેતન સાચલા સહિતના અધ્યાપકો હાજર રહ્યા હતા. પ્રોગ્રામમાં ગત ફેબ્રુઆરીમાં આયોજિત થયેલ વાસાપુર ગામે વાર્ષિક શિબિરમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમને પ્રમાણપત્રો આપીને સન્માનિત પણ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો રૂપેશ એન નાકર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મેનેજમેન્ટ NSSના ગ્રુપ લીડર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરાની સાયન્સ કોલેજ દ્વારા લોકજાગૃતિ માટે એનએસએસને માત્ર પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ BSc સેમેસ્ટર -2 માં વેલ્યુ એડેડ કોર્સ તરીકે પણ વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવ્યો છે.જેમાં ઉત્સાહપૂર્વક 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે.
ગોધરા કોલેજ ખાતે NSS વિભાગ દવારા મતદાન જાગૃતિ અને હેલ્થ અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -