સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવક-યુવતીઓને જાગ્યા છે ત્યારે વિદેશ પહોંચવાના નામે અનેક વાર લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા હોવા છતાં ડોલરિયો પ્રેમ ઓછો થતો નથી ત્યારે મોડાસા શહેરમાં રહેતા એક પરિવાર સાથે વડગામના શાસ્ત્રી અને લંડનમાં રહેતા તેમના બહેન અને ભાણિયાએ લંડનના વિઝા અપાવાના બહાને 29.45 લાખની છેતરપિંડી કરતા ભોગ બનેલ યુવકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધારી હતી
મહીસાગર જીલ્લાના વગાસ ગામના અને મોડાસા શહેરના તિરુપતિ રાજ બંગ્લોઝમાં રહેતા જગદીશભાઈ ધૂળાભાઈ પ્રજાપતિ વીરપુર ગામમાં પ્લાસ્ટિકની દુકાન ધરાવી પરિવારનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે સાઠંબા ગામમાં તેમના મામાના પેટ્રોલપંપના ઉદ્ઘાટનમાં પૂજાવિધિ કરવા આવેલ બ્રિજેશ ડાહ્યાભાઇ ત્રિવેદી નામનો શખ્સ પૂજાપાઠ માટે આવ્યો હતો ઉદ્દઘાટનમાં તેની સાથે પરિચય થતા તેની બહેન શિલ્પાબેન અતુલ કુમાર દવે અને ભાણિયો અદિત લંડનમાં રહે છે અને લંડનના વિઝા અને નોકરી કરવી હોય તો કહેજો જણાવ્યું હતું ત્યારબાદ યુવકે તેમના સગા-સબંધીઓ સાથે વાતચીત કરી બ્રિજેશ ત્રિવેદીને લંડન જવા ઈછુંક હોવાનું જણાવતા તેમણે તેમના પત્ની અને પુત્રના વિઝા મળી જશે કહી વિશ્વાસમાં લઇ ટુકડે ટુકડે બેંકમાં 29.45 લાખ ખંખેરી લઇ વિઝા નહીં આપતા યુવકે પૈસા પરત માંગતા લંડનના વિઝા નહીં મળે અને રૂપિયા પરત પણ નહીં મળેની ધમકી આપતા યુવક સમસમી ઊઠ્યો હતો લંડન ના વિઝાના નામે આબાદ છેતપિંડીનો ભોગ બનતા પોલીસ ફરિયાદ નોંધવી હતી.
મોડાસા ટાઉન પોલીસે જગદીશભાઈ ધૂળાભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે 1)બ્રિજેશ ડાહ્યા ત્રિવેદી (રહે,વડાગામ હાલ રહે,એ-203 શ્યામવિલા ગ્રીન હરિદર્શન ચોકડી,નરોડા-અમદાવાદ),2)આદિત અતુલ દવે અને 3)શિલ્પાબેન અતુલકુમાર દવે (બંને,રહે.8 પંચમ બંગ્લોઝ, પીટી કોલેજ રોડ,પાલડી-અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી