ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે ગોધરા ખાતે પણ આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે એક ભવ્ય બાઇક રેલીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઈક રેલી અને પ્રસ્થાન ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને બાઈક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
પંચમહાલ જિલ્લા યુવા મોરચા દ્વારા ગોધરા શહેરમાં બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ભારતીય જનતા પાર્ટીના 44 મા સ્થાપના દિન નિમિત્તે બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ગોધરા શહેરમાં આવેલી શાંતિનિવાસ સોસાયટીમાંથી ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પંચમહાલ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું, આ રેલીમાં પંચમહાલ જિલ્લાના ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ યુવા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.