34 C
Ahmedabad
Saturday, April 27, 2024

ખેડૂતોને 12 કલાક વીજળી ના મળે તો બિલ નહીં ભરવા આમ આદમી પાર્ટીનું લોકોને આહ્વાન


આપ પાર્ટીએ પ્રેસ નોટ જારી કરી ખેડૂતો,પશુપાલકોના હિતમાં વીજળી ને લઈને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેતીમાં વીજકાપ કરતી જાય છે, 16 કલાકમળતી વીજળી ઘટાડતા ઘટાડતા 8 કલાક કર્યા પછી હવે કાયમી ધોરણે 6 કલાક કરવા માંગતી હોય એવા સાફ લક્ષણો દેખાય છે. કૃષિમંત્રી અને ઉર્જામંત્રીની બેઠકમાં અધિકારીઓને કડક સૂચના અપાયાનું નાટક કર્યા પછી વીજળી તો 6 કલાક, એ પણ ત્રુટક ત્રુટક અપાય છે. જો આમ જ ચાલે તો ગુજરાતમાં ખેતી અને ઘાસચારાના વાવેતરને અભાવે પશુપાલન ખતમ થઇ જાય.

Advertisement

Advertisement
આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર અને ગુજરાતના ગામડાના ખેડૂતો અને પશુપાલકોને મીડિયાના માધ્યમથી સાફ જણાવવા માંગે છે કે,
1: જ્યાં સુધી ખેતીમાં 12 કલાક વીજળી પુરવઠો આપવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો વીજળી બિલ નહીં ભરે,
2: જો વીજળી કંપનીઓના કર્મચારીઓ ખેડૂતોના વીજ-કનેકશન કાપશે તો “આપ”ના નેતાઓ જાતે જઈને ખેડૂતોના વીજ કનેકશનો જોડી આપશે.
3: ખેડૂતો સહિતના ગ્રામજનોને વિનંતી છે કે જ્યાં સુધી ખેતી માટે 12 કલાક વીજળી આપવાની જાહેરાત ના થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓને ગામ કે સીમમાં પ્રવેશ કરવા દેશો નહીં.
4: જો ગુજરાત સરકાર ખેડૂતોનો વીજ-પુરવઠો બંધ કરશે તો ના-છૂટકે અમારે ઔધોગિક અને શહેરી વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય સરકારે, એના ઉર્જા તેમજ કૃષિ મંત્રાલયની રહેશે.
5: આમ છતાં, જો ગુજરાત સરકાર ખેડૂતોને = કલાક વીજળી આપવાની . જાહેરાત નથી કરતી તો ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં આમ-આદમી પાર્ટી નાછૂટકે, છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇવે ચક્કાજામ કરશે. તેવું મીડિયા પ્રેસ નોટ જારી કરી જણાવ્યું હતું.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!