asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

પોલીસ જ બુટલેગર…!! LCBએ લીંબમાંથી 1.21 લાખનો શરાબ જપ્ત કર્યો,પોલીસકર્મી મહેશ ગઢવી અને મહેશ ડામોરની સંડોવણી


 

Advertisement

SP શૈફાલી બારવાલની સખ્ત કાર્યવાહીની સરાહના પોલીસકર્મી મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી અને મહેશ ડામોર સામે ફરિયાદ ન થાય તે માટે અનેક ધમપછાડા કર્યા 

Advertisement

પોલીસકર્મી મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી દારૂની લાઇન ચલાવવામાં અગાઉ સસ્પેન્ડ થઈ અન્ય જીલ્લામાં ફરજ બજાવે છે

Advertisement

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેશ ડામોર બુટલેગર બન્યો..!! 

Advertisement

મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી બુટલેગરો સાથે સાંઠગાંઠ રચી દારૂની લાઇનો ચલાવતો હોવાનું જગજાહેર

Advertisement

દારૂની લાઇનમાં વધુ પોલીસકર્મીઓની સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું 

Advertisement

અરવલ્લી જીલ્લામાં અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથે ભાઈબંધી હોવાની બૂમો સમયાંતરે ઉઠતી રહી છે વિદેશી દારૂની બદી અટકાવવાની જેના માથે જવાબદારી છે તેમાંથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂના નફામાં થતા બમણા નફાની લાલચમાં બુટલેગરના વહીવટદાર બની જતા હોવાની સાથે બુટલેગરોની ચાલતી લાઈનને સુરક્ષા પણ પુરી પાડતા હોવાની સાથે દારૂની લાઇનો ચલાવી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે પોલીસકર્મી મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી લોકડાઉનમાં કોમલ નામના પાસવર્ડથી ચાલતી દારૂની લાઇનનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો હતો

Advertisement

અરવલ્લી જીલ્લા LCB PI ડી.બી.વાળા અને તેમની ટીમે આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા લીંબ ગામમાં નટવરસિંહ અનોપસિંહ ચૌહાણના ખેતરની ઓરડીમાં સાબરકાંઠા તલોદના અણખોલ ગામના રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ નામના બૂટલેગરે દારૂનો જથ્થો ઉતારી કટિંગ કરવાની પેરવીમાં હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ બાતમી સ્થળે પહોંચી બુટલેગર રણછોડસિંહ ચૌહાણને દબોચી લઇ ઓરડીની અંદર સંતાડેલ વિદેશી દારૂની પેટી નંગ-23 માંથી બોટલ-1104 કિં.રૂ.121440/-નો જથ્થો જપ્ત કરી LCB PI ડી.બી.વાળાએ રણછોડસિંહ ચૌહાણની આગવી ઢબે પૂછપરછ કરતા બૂટલેગરે વટાણા વેરી નાખ્યા હતા અને દારૂનો જથ્થો ઠાલવવામાં બે પોલીસકર્મીની ભૂંડી ભૂમિકા હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે 1.26 લાખનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કરી બે પોલીસ કર્મી સહિત પાંચ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

INBOX :- પોલીસકર્મી મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી અને મહેશ ડામોર દારૂની લાઇન ચલાવતા હતા વાંચો ખાખીને બદનામ કરનારની કરતૂત

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે દબોચી લેનાર બુટલેગર રણછોડસિંહ ચૌહાણને અરવલ્લી જીલ્લા પોલીસમાં અગાઉ ફરજ બજાવતો મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી સાથે ભાઈબંધી હોવાથી અન્ય પોલીસકર્મી મહેશ ડામોર સાથે ઓળખાણ કરાવી વિદેશી દારૂની જરૂર હોય તો કહેજે બંને દારૂનો ધંધો કરીએ છીએ રણછોડસિંહ ચૌહાણને વિદેશી દારૂની જરૂર પડતાં મહેશ ડામોરને કોલ કરતા તેને આઇશર ટ્રકમાં પથ્થરના પાવડરની થેલીઓ નીચે સંતાડી દારૂ ભરેલ ટ્રક બાયડ રેલ્વે ટ્રેક મોકલી આપતા રણછોડસિંહ ચૌહાણ કાર સાથે પાયલોટીંગ કરી ટ્રક ખેતરમાં લઇ જઈ અરવિંદસિંહ બળવંતસિંહ ચૌહાણ અને જગદીશ રાવળની મદદથી દારૂ ઉતારી લીધો હતો બંને પોલીસકર્મીઓ અરવલ્લી-સાબરકાંઠા સહિત અન્ય જીલ્લામાં દારૂનો જથ્થો પહોચાડતાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મહેશ ઉર્ફે પપ્પુ ગઢવી અને મહેશ ડામોરની કાળી કરતૂત બહાર આવતા બંને બુટલેગર પોલીસકર્મીઓ ફરાર થઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

Advertisement

 

Advertisement

INBOX :- આંબલિયારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાના આરોપીના નામ વાંચો

Advertisement

1)રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ,2)અરવિંદસિંહ બળવંતસિંહ ચૌહાણ (બંને.રહે,અણખોલ,તલોદ-સાબરકાંઠા) ,3)મહેશ ગઢવી,4)મહેશ અને 5)આયશરનો અજાણ્યો ટ્રક ચાલક

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!