37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : રદ થયેલ ચલણ નોટોની હેરાફેરીનો પર્દાફાશ 13.44 લાખ ની 500-1000ની...

અરવલ્લી : રદ થયેલ ચલણ નોટોની હેરાફેરીનો પર્દાફાશ 13.44 લાખ ની 500-1000ની નોટ સાથે જીજ્ઞેશ પટેલને માલપુર પોલીસે દબોચ્યો

0
116

બેંક કર્મચારીની સાંઠગાંઠથી જુની નોટ બદલાવા બાઇક સાથે નિકળેલ પંચમહાલ પાલીખંડાના આરોપીને દબોચ્યો
સમગ્ર દેશ અને ગુજરાતમાં નોટબંધીના 8 વર્ષ પછી પણ રદ થયેલ ચલણી નોટ બદલાવવા અનેક એજન્ટ સક્રિય

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર આંતરરાજ્ય અને આંતરજીલ્લા સરહદો પર સઘન ચેકિંગ હાથધરી જીલ્લાના માર્ગ મારફતે થઈ રહેલ અસામાજીક પ્રવૃતિઓને નાથવામાં મહદંશે સફળ રહ્યું છે માલપુર પોલીસે ચોરીવાડ ત્રણ રસ્તા નજીકથી બાઇક પર કાપડના થેલામાં 13.44 લાખની જૂની રદ થયેલ ચલણી નોટ બદલવા નિકળેલ પંચમહાલ પાલીખંડાના જિજ્ઞેશ ભરત પટેલને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી આરોપી પાસેથી મળી આવેલ બાઇક પણ છળકપટથી મેળવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

માલપુર પીએસઆઈ કે.એચ.બિહોલા અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા એક યુવક બાઇક પર ગેરકાયદેસર ચીજવસ્તુ સાથે લુણાવાડાથી માલપુર તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા માલપુર પોલીસ ચોરીવાડ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી બાતમી આધારિત બાઈક આવતા તેને અટકાવી તલાસી લેતા બાઇક પર ભરાવેલ થેલા માંથી રદ થયેલ ચલણની રૂ.500ની 2292 અને રૂ.1000ની 198 મળી કુલ.રૂ. 13.44 લાખની નોટ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે બાઈક ચાલક જિજ્ઞેશ ભરત પટેલ (રહે,પાલીખંડા-પંચમહાલ)ને દબોચી લઇ પૂછપરછ કરતા કોઇ અજાણ્યા ઇસમ પાસેથી લાવ્યો હતો અને બેંક કર્મીની સાંઠગાંઠથી નોટ બદલાવાની હોવાનું ગાણું ગાઈ રહ્યો છે આરોપી જિજ્ઞેશ પટેલ પાસેથી મળેલ બાઇકનો કોઈ પુરાવો પણ ન હોવાનું જણાવતા પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી માલપુર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!