ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે ગુજરાતમાં વિદેશી દારૂના શોખીનો દારૂની મહેફિલ જમાવતા હોવાનું જગજાહેર છે અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સર્કિટ હાઉસના કંપાઉન્ડમાં વિદેશી દારૂની બોટલોનો ઢગલો જોવા મળતા સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે સર્કિટ હાઉસના કંપાઉન્ડમાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ખાલી બોટલો, બિયર ટીન સાથે બાઇટીંગ માટેના નમકીનના પેકેટ પણ જોવા મળતાં સર્કિટ હાઉસમાં દારૂની મહેફિલ કે પછી દારૂની મહેફિલ માણ્યા બાદ સર્કિટ હાઉસ કંપાઉન્ડમાં કોઇ ખાલી દારૂની બોટલ ફેંકી ગયું સહિત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે
ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે સરકાર અને ગૃહખાતું મોટી-મોટી વાતો કરે છે પરંતુ હકીકત સાવ જુદી જ જોવા મળે છે મોડાસા સર્કિટમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ રોકાણ કરી રહ્યા છે સર્કિટ હાઉસમાં સરકારી ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના મંત્રી સહિત નેતાઓની સતત અવર -જવર રહેતી હોય છે ત્યારે સર્કિટ હાઉસના કંમ્પાઉન્ડમાં ઘણી ખાલી વિદેશી દારૂની બોટલો, ખાલી બીયરનાં ટીન, ખાલી સોડા અને પાણીની બોટલો પડેલી દેખાય છે.સર્કિટ હાઉસમાં દારૂની મહેફિલ જામે છે કે પછી કોઈ દારૂની મહેફિલ માણી દારુની ખાલી બોટલ સર્કિટ હાઉસમાં નાખી ગયું હશે સહીત તરહ-તરહની ચર્ચાએ જોર પકડ્યું છે
મોડાસા સર્કિટ હાઉસનું સંચાલન કરતા અધિકારી અને સફાઈ કરતા કર્મચારીઓની કામગીરી સામે પણ અનેક સવાલ પેદા થયા છે સર્કિટ હાઉસના કંપાઉન્ડમાંથી ખાલી વિદેશી દારૂની બોટલો, ખાલી બીયરનાં ટીન મળી આવે તે શરમ જનક ઘટનાં કહેવાય. શું અધિકારીએ ક્યારેય સર્કિટ હાઉસ કેમ્પસમાં નજર નહીં નાંખી હોય ? કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે તપાસ થશે કે પછી દારૂની બોટલો હટાવી તંત્ર સંતોષ માનશે તે જોવું રહ્યું..??