ગોધરા
ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે આજે પંચમહાલ જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો.પાછલા દસ દિવસથી પડી રહેલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.ત્યારે અચાનક આકાશમાં કાળા વાંદળો નું સામ્રાજ્ય ગયું હતું અને ધીમી ધારે વરસાદી માહોલ શરૂ થયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત શહેરા તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો ત્યારે વરસાદને કારણે પાછલા દિવસથી પડી રહેલી ગરમીથી રાહત મળી છે.
પંચમહલ જિલ્લામાં ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વન ભુકાયોહવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રીમોનસૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જેને લઇ પંચમહાલ જિલ્લામાં પણ આજે એટલે કે 13 તારીખે સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘેરાવાની સાથે સાંજના સમયે જિલ્લાના ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે પવન ઉકાતા દૂરની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી બીજી તરફ અસહ્ય ગરમી અને ભારે ઊકાળટ વચ્ચે ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જિલ્લામાં 15 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.ગ્રામીણ વિસ્તારમા પણ વરસાદી માહોલ છવાયો છે