અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદ આફતનો વરસાદ સાબિત થયો હતો મોત કઈ રીતે અને ક્યાંથી ટપકે તેનું ઠેકાણું નહીં જેવી ઘટના બની હતી માલપુર તાલુકાના જીતપુર ગામ નજીક પસાર થતાં બાઇક ચાલક પર વીજળી પડતા યુવક ઘટનાસ્થળે ભડથું થઈ ગયો હતો બાઈક પર સવાર મૃતક યુવકની પત્ની અને અન્ય એક મહિલા પણ દાઝી જતા સારવાર અર્થે માલપુર દવાખાને ખસેડી દીધા હતા મૃતક યુવકની લાશને પોલીસે પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,માલપુર તાલુકાના લાલજીના પહાડીયા ગામનો યુવક મહેશભાઈ મોહનભાઈ ખાંટ તેમની પત્ની અને અન્ય પારિવારિક મહિલા સાથે બાઇક પર મહીસાગર જીલ્લાના ગંધારી ગામે સામાજિક કામકાજ અર્થે ગયા બાદ પરત ફરતા કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો જીતપુર ગામ નજીક બાઇક પર વીજળી પડતાં મહેશભાઈ ખાંટ તેના પત્ની અને અન્ય એક મહિલા રોડ પર પટકાયા હતા મહેશ ખાંટ સ્થળ પર ભડથું થઈ જતા મોત નીપજ્યું હતું તેમના પત્ની અને અન્ય મહિલાના શરીર દાઝી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા
માલજીના પહાડીયા ગામના 30 વર્ષીય આશાસ્પદ યુવક મહેશ ખાંટની બાઇક પર વીજળી પડતાં મોત નીપજતા પરિવારજનો અને ક્ષત્રિય ઠાકોર સમાજ સહિત અન્ય યુવા અગ્રણીઓ સ્થળ પર દોડી ગયા હતા મૃતક યુવકના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકાતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી યુવા ખેડૂતના કમકમાટી ભર્યું મોત નિપજતા તેમના બે નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી