મંડળ પાસે કોઈ નક્કર દસ્તાવેજો ન હોવાથી અરજદારે ચેરિટી કચેરી કેસ દાખલ કરતા બન્ને પક્ષોએ સમાધાન કર્યું
શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળના ગેરબંધારણીય વહીવટનો મામલો ફરીથી ગરમાયો હતો ત્યારે અરજદાર દ્વારા મદદનીશ ચેરીટી કમીશ્નર, હિંમતનગરને રજુઆત કર્યા પછી પણ ઉકેલ આવ્યો નથી જ્યારે વર્તમાન હોદ્દેદારોની મુદત વર્ષ ૨૦૨૦માં પુરી થઈ હોવા છતાં સમાજની સામાન્ય સભા બોલાવી બંધારણ અધિકૃત કરવાની કે નવા હોદ્દેદારોની વરણી અંગે કોઈ કાર્યવાહી નહિ કરવી અને બિનઅધિકૃત રીતે વહિવટ કર્યાની રજુઆત કરી હતી ત્યારે અરજદારે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ સને-૧૯૫૦ની કલમ ૫૦(એ) (૧) હેઠળ શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ, મૂળ-હિંમતનગર સુવ્યવસ્થિત, વહીવટ, વ્યવસ્થા અને સંચાલન માટે સ્કીમ કરવા માટેની રજૂ કરેલ અરજી ગ્રાહ્ય રાખી યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે સૂચિત ટ્રસ્ટીઓના નામ પ્રથમ ટ્રસ્ટીઓ તરીકે સ્કીમ યોજના હેઠળ માંગ કરતા મધ્યસ્થી તરીકે અજયભાઈ સોની,વસંતભાઈ સોની,કનુભાઈ સોની,પ્રકાશભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ સોની ,ચંદ્રકાંતભાઈ સોની,બાલકૃષ્ણ સોની સહિતે મહાનુભાવોએ પ્રમુખ જીતેન્દ્રભાઈ સોની મંત્રી જન્મેજય સોની તથા અરજદારો કૌશિક સોની, હરેશભાઇ સોની વચ્ચે બેઠક યોજી સુખદ સમાધાન કરી મંડળના જરૂરી દસ્તાવેજો માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.