તાલાલા પંથકમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે સમયાંતરે ગુજરાતની ધરા ધ્રુજી રહી છે કચ્છ ત્યારબાદ રાજકોટ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ જુનાગઢ પંથકની ધરતી કંપન અનુભવતા ધ્રૂજી ઉઠી હતી જૂનાગઢ પંથકના તાલાલા સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આચંકાનો અનુભવ લોકોએ કર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જીલ્લામાં સાંજના 5:33 વાગ્યાના સુમારે ધરાની ધ્રુજારી લોકોએ અનુભવી હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલા પંથકમાં હોવાનું અને રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2ની માપવામાં આવી હતી કેટલાક વિસ્તારમાં ધરતીકંપના કંપનથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ઘરમાં પંખા સહિત વાસણો રીતસરના હાલક ડોલક થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે