પાણી પહેલા પાળ બાંધવા હાકલ કરી સ્માર્ટ મીટર ન લગાવવા હોય તો અત્યારથી વિરોધ કરવો પડશેની સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી ,મોડાસાના કોર્પોર્ટર લાલાભાઇ વાયરમેન સહિત અન્ય જાગૃત યુવાનો તેમના ફેસબુક પેજ પર સ્માર્ટ મીટરનો વિરોધ કરતી અનેક પોસ્ટ કરી ઝુંબેશ ચલાવી રહ્યા છે
ગુજરાતમાં UGVCL,DGVCL, અને PGVCL વીજકંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર લગાવ્યા પછી બિલ વધુ આવી રહ્યા હોવાની અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર રિચાર્જ કરવામાં પણ અનેક તકલીફ પડતી હોવાની બૂમો ઉઠી રહી છે સ્માર્ટ લગાવેલ વિસ્તારોમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ સ્માર્ટ મીટરને લઈને અનેક મત મતાંતર ચાલી રહ્યા છે મોડાસા નગરપાલિકાનો કોર્પોરેટર લાલાભાઇ વાયરમમેને સ્માર્ટ મીટરને લઈને સોશ્યલ મીડિયામાં વિરોધ નોંધાવ્યો છે
મોડાસા નગરપાલિકાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેને મોડાસા શહેરમાં સ્માર્ટ મીટર ટૂંક સમયમાં લગાવવાની કાર્યવાહી થવાની છે ત્યારે હાલ વડોદરા સિટીમાં સ્માર્ટ મીટર લગાવવાના ચાલુ છે ત્યાંના લોકોને સ્માર્ટ મીટરનો અનુભવ થયેલ છે આપ પણ અનુભવ કરવા માંગો છો કે અગમ ચેતી જવું છે આપણે સ્માર્ટ મીટર લગાવવા માંગતા ન હોય તો અત્યારથી વિરોધ કરવો જરૂરી છે એક વાર લાગી ગયા પછી કાઢવું મુશ્કેલ છે આપની શું રાય છે અને વિચારો રજૂ કરો પછી આગળની રણનીતિ તૈયાર કરીએની પોસ્ટ ફેસબુક પર મૂકી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં સ્માર્ટ મીટર વિરોધમાં ઝુંબેશ ચલાવવા તૈયારી કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે વીજતંત્ર દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ વીજમીટરથી વીજબીલમાં વધારો થયો હોવાની સાથે મનફાવે તેમ પૈસા કપાતી હોવાની બૂમો ઉઠી રહી છે સ્માર્ટ મીટર લાગ્યા બાદ પહેલા કરતા વધુ યુનિટ બળતા હોવાનો ગ્રાહકો અનુભવ કરી રહ્યા છે
વડોદરમાં અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહીનો વિરોધ થઈ રહ્યો છે વીજ કચેરીમાં રજૂઆત અને હલ્લાબોલની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે આગામી સમયમાં મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં સ્માર્ટ મીટરનો વિરોધ ઉગ્ર બને તો નવાઈ નહીંની ચર્ચાએ જોર પકડ્યું છે