કઉ-કૂકરીનો હુસેન ઉર્ફે બિલ્લો કુખ્યાત ઘરફોડ ચોર અને તેની ગેંગ જીલ્લામાં અનેક ચોરીની ઘટનાને અંજામ આપી ચુકી છે,બિલ્લા ગેંગે મોડાસા કોલેજ રોડ પર સપ્તાહ અગાઉ ડેરી પાર્લરમાંથી 1 હજારના પરચૂરણની ચોરી કરી,માલપુર ચાર રસ્તા નજીક સોસાયટીમાં બે મહિના અગાઉ બિલ્લા ગેંગ ચોરી કરે તે પહેલા સોસાયટીના રહીશો જાગી જતા ફેરો માથે પડ્યો
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ ઘરફોડ ચોરીના વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી નાખી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસાની અમરદીપ સોસાયટીમાં ગત માસમાં થયેલ લાખ્ખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર બિલ્લા ગેંગના રાજસ્થાની સાગરીત મુકેશ ડામોરને હજીરા ત્રણ રસ્તા નજીક બાઇક સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ બિલ્લા ગેંગના મુખિયા હુસેન ઉર્ફે બિલ્લા અને તેના બે સાગરીતોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે અમરદીપ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને નેત્રમ કેમેરા ફુટેજનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વલન્સના આધારે ઘરફોડ ચોરીમાં બિલ્લા ગેંગનો હાથ હોવાનું બહાર આવતા એલસીબી પોલીસે હુસેન ઉર્ફે બિલ્લા અને તેના સાગરીતોને ઝડપી લેવા બાતમીદારો સક્રિય કરતા બિલ્લા ગેંગનો સાગરિત અને અમરદીપ સોસાયટીમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર મુકેશ ચુનીલાલ ઉર્ફે ચુનિયો ડામોર (રહે,માલાખોલડા,ડુંગરપુર-રાજ) સ્પ્લેડર બાઇક પર શામળાજી થી મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં હજીરા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી દબોચી લીધો હતો અમરદીપ સોસાયટીમાં હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી (કઉ-કુકરી) અને ફારૂક રફીક ભટ્ટી (કઉ-કુકરી) એ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરી કરવા તેની સ્પ્લેન્ડર બાઇકનો ઉપયોગ કર્યો હોવાનું કબુલતા પોલીસે બાઇક અને મોબાઈલ મળી રૂ.55000/-નો મુદ્દામાલ કબ્જે કરી બંને ફરાર આરોપીઓ તેમજ બિલ્લા ગેંગના વધુ એક સાગરીત સત્તાર અલ્લારખ ભટ્ટી (રહે,કઉ-કુકરી) ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા